Home ગુજરાત જામનગરના હાપામાં ફુડપોઇઝનીંગ થતાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ

જામનગરના હાપામાં ફુડપોઇઝનીંગ થતાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ

17
0

(જી.એન.એસ)તા.13

જામનગર,

જામનગર શહેરમાં ઉજવાતા ગણેશ મહોત્સવમાં એક દુર્ઘટનાએ ખુશીઓ પર પાણી ફેરવી દીધું છે. હાપા વિસ્તારની એલગન સોસાયટીમાં આયોજિત ગણેશ પૂજનમાં વિતરણ કરાયેલી પ્રસાદીના મસાલા ભાત ખાધા બાદ સેંકડો બાળકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે. જામનગરમાં હોપીટલની અંદર પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની ભારે ભીડ જામી જતાં બેડની અછત સર્જાઈ હતી. કેટલાક બાળકોને જમીન પર જ સારવાર આપવાની નોબત આવી હતી. ગણેશ મહોત્સવમાં પ્રસાદીના ભાત આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને મોડી રાત્રે શરૂ થયેલી બીમારીના લક્ષણો તરીકે ઝાડા-ઉલટી જોવા મળી હતી. આ બીમારીના કારણે સમગ્ર પરિવારો દોડધામમાં મચી ગયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની ભારે ભીડ જામી જતાં બેડની અછત સર્જાઈ હતી. કેટલાક બાળકોને જમીન પર જ સારવાર આપવાની નોબત આવી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષ બાંભણિયા અને કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનાએ ફૂડ સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગણેશ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોમાં વિતરણ કરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે સત્તાવાળાઓએ કડક પગલાં લેવા જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુત્રની સાથે અભ્યાસ કરતી સગીરા સાથે મિત્રના પિતાએ જ બળજબરીથી બાંધતા મામલો પોલીસ સુધી પહોંચ્યો
Next articleપાલનપુર થ્રી લેગ એલીવેટેડ બ્રિજ સાથે જ અકસ્માત, પ્રથમ દિવસે થયા 2 એક્સિડન્ટ