(જી.એન.એસ)તા.12
કચ્છ,
ફરી એકવાર કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. સપ્ટેમ્બર મહિનામાં જ 15 દિવસ પુરા નથી થયા ત્યાં સુધીમાં 3 ભૂકંપના આંચકા ગુજરાતમાં આવી ચૂક્યા છે. તમામ આંચકા કચ્છ જિલ્લામાં જ આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે ફરી એકવાર ગુજરાતની ધરતી ધ્રુજી છે. ફરીવાર કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, કચ્છમાં આજે સાંજે 6 વાગીને 25 મિનિટની આસપાસ તીવ્ર ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 2.5ની માપવામાં આવી છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. સપ્ટેમ્બર મહિનામાં જ 15 દિવસ પુરા નથી થયા ત્યાં સુધીમાં 3 ભૂકંપના આંચકા ગુજરાતમાં આવી ચૂક્યા છે. તમામ આંચકા કચ્છ જિલ્લામાં જ આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.