Home મધ્ય ગુજરાત અમદાવાદ એલ. જે. યુનિ.માં નક્કી કરવામાં આવેલ ફી થી વધારે લેવાતા વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની...

એલ. જે. યુનિ.માં નક્કી કરવામાં આવેલ ફી થી વધારે લેવાતા વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની ઓફિસનો ઘેરાવ કર્યો

18
0

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

જુલાઇ મહિનામાં ફી રેગ્યુલેશન કમિટી ટેકનીકલ દ્વારા ખાનગી યુનિવર્સિટી અને કોલેજોમાં ફી વધારો આપવામાં આવ્યો છે. આ ફી વધારામાં ગત વર્ષની પણ ફી વધારવામાં આવી છે. જેના કારણે એલ. જે. યુનિવર્સિટી દ્વારા MCAના વિદ્યાર્થીઓ પાસે આ વર્ષ ઉપરાંત ગત વર્ષના વધારાની ફી પણ લેવામાં આવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની ઓફિસની બહાર સીડીમાં બેસીને ફી વધારા મામલે વિરોધ કર્યો હતો. જોકે, FRC દ્વારા ગત વર્ષની ફી આ વર્ષે વધારવામાં આવતા સમસ્યા ઊભી થઈ છે. રાજ્યભરમાં આવેલી 101 ખાનગી કોલેજ અને યુનિવર્સિટી દ્વારા FRCમાં ફી વધારા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. FRC દ્વારા વર્ષ 2023-2026 સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. ગત વર્ષની પણ ફી વધારવામાં આવતા સરખેજમાં આવેલી એલ. જે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષની ફી સાથે ગત વર્ષની પણ ફી વધારીને આ વર્ષે માંગવામાં આવી હતી. ફી વધારા મામલે વિદ્યાર્થીઓ દ્વારા એક મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે.MCAના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ પાસે 46 હાજર ફીમાં FRC દ્વારા મળેલો 10 હજાર રૂપિયા ફી વધારો એટલે 56,000 અને સેમેસ્ટર 1 અને 2માં પણ ફીમાં વધારો મળ્યો છે. એટલે બીજા 20,000 એમ કુલ 30 હજાર રૂપિયા ફીમા વધારો લેવામાં આવી રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ આ અંગે કોલેજને રજૂઆત કરી હતી, પરંતુ એફઆરસીનો ઓર્ડર મોડો આવ્યા હોવાથી કોલેજ દ્વારા ફી વધારો લેવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ દ્વારા એલ. જે. યુનિવર્સિટીના ડાયરેક્ટર મનીષ શાહની ઓફિસની બહાર સીડીમાં બેસીને હાથમાં બેનર સાથે સૂત્રચાર કરવામાં આવ્યા હતા. 300થી વધારે વિદ્યાર્થીઓ ફી ઘટાડાની માંગ સાથે સૂત્રોચાર કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે NSUIના કાર્યકરો અને આગેવાનો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ડાયરેક્ટર અને યુનિવર્સિટી વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા.
આ અંગે એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે જ્યારે એડમિશન લીધું ત્યારે અમને જણાવવામાં નહોતું આવ્યું કે તમારી ફી આ રીતે વધારવામાં આવશે. પરંતુ ત્રીજા સેમેસ્ટરમાં અચાનક જ ફી વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના એક વર્ષની પણ ફી લેવામાં આવી રહી છે. તેથી અમારી માંગ છે કે, અમારી ફી ઓછી કરો, અમે આટલી ફી નહીં ભરીએ. 42 હજારથી 48 હજાર ફી હતી, જેમાં 10 હજારનો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે 76 હજાર ફી લેવામાં આવે છે.

આ બાબતે બીજી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ફી વધારો એડમિશન લીધું ત્યારે નહોતો. અત્યારે ફી વધારી છે, જેમાં આગળના વર્ષની પણ વધારવામાં આવી છે. 1.92 લાખ બે વર્ષની ફી હતી, જેમાં 55 હજારનો વધારો કરવામાં આવ્યું છે. અમે ભણી ચૂક્યા તે ફી કેવી રીતે વધારે આપીએ. NSUIના નેતા દક્ષ પટેલે જણાવ્યું હતું કે, અમે ફી વધારા મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં છીએ. એલ. જે.માં અલગ-અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જેમાં અનેક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી નથી. ત્યારે અચાનક આટલો મોટો ફી વધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ કેવી રીતે ફી ભરી શકે. અમે ડાયરેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે.

અને જો હજી પણ કોલેજ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું. એલ. જે. યુનિવર્સિટીના ડાયરેકટર મનીષ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. એફઆરસી દ્વારા 30 જુલાઈએ ફી વધારાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષની ફીમાં પણ 10,000 જેટલો વધારો કરવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીઓ પાસેથી આ સેમ. 3ની 10 હજાર અને ગત વર્ષની 20,000 તે રીતે ફી લેવામાં આવી રહી હતી, પરંતુ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જેથી તેમને એફઆરસી અથવા સરકારને રજૂઆત કરવા જણાવ્યું છે. આ અંગે FRCની ભૂલ છે. સમયસર ફી વધારવામાં આવી હોત તો આ સમસ્યા ઉદ્ભવી હોત.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાપીના આસિ. પી.એફ. કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને 5 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા
Next articleઆઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર દ્વારા આયોજિત સૈનિક સ્કુલના શિક્ષકોના તાલીમ વર્ગને મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાના હસ્તે ખુલ્લો મુકાયો