(જી.એન.એસ) તા. 9
સુરત,
સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશની મૂર્તિ પર છ મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરીને તંગદિલી સર્જી હતી. રાત્રે નવ વાગ્યા પછી આ લોકોએ રિક્ષા પર પથ્થરમારો કર્યો હતો. આ પછી વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. ગંભીર ઘટનાને જોતા તંત્ર પણ એક્શનમાં છે. સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવેલા આ શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા તમામને ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસને સોંપી દેવાયા હતા. તમામને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જો કે હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર આવેલી સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. ટોળા વિખેરવા માટે પોલીસ દ્વારા 10 થી વધારે ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં તંગદિલી વચ્ચે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નરે જાહેર કરેલા આંકડાઓ અનુસાર કૂલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. ભારેલા અગ્નિ વચ્ચે શાંતિ વ્યાપી છે. ગણપતિ મંડપમાં થયેલી ઘટના બાદ આસપાસના હિંદુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરવામાં આવી હતી. બુલડોઝર બુલડોઝરના નારા પણ લગાવ્યા હતા. જેના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જે પ્રકારે કાર્યવાહી કરાય છે તે સ્ટાઇલથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં આ કાર્યવાહી સમગ્ર વિસ્તાર અને સમગ્ર શહેરમાં પણ કરવામાં આવે તો નવાઇ નહીં. લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આ મામલે ડીસીપીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેના પગલે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી માંગ અનુસાર પોલીસ ટુકડીઓ તેમને ફાળવવામાં આવી છે. નાગરિકોને વાહન વ્યવહારને કોઇ અસર ન થાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે કોઇ અસામાજિક કે તોફાની તત્ત્વ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ફરીવાર છમકલુ ન કરે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.