Home મનોરંજન - Entertainment “ક્યોંકિ સાસ ભી કભી વહુ થી”.. ફેમ અભિનેતા વિકાસ સેઠીનું હાર્ટ એટેકથી...

“ક્યોંકિ સાસ ભી કભી વહુ થી”.. ફેમ અભિનેતા વિકાસ સેઠીનું હાર્ટ એટેકથી નિધન

36
0

(જી.એન.એસ),તા.08

મુંબઈ,

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારો સમાચાર સામે આવી રહ્યા છે. ક્યોંકિ સાસ ભી કભી વહુ થી સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા વિકાસ સેઠીનું 48 વર્ષની ઉંમરે મૃત્યું થયું છે.અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. વિકાસ સેઠી વર્ષ 2000 દરમિયાન ઘરે ઘરે ફેમસ હતા. તેમણે ક્યોંકિ સાસ ભી કભી બહુથી, કહી તો હોગા, સહિત અનેક ટીવી સિરીયલમાં કામ કર્યું હતુ. વિકાસ અનેક ટીવી સિરીયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકાસ સેઠીએ માત્ર 48 વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. વિકાસ સેઠી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ હતા. તે હંમેશા તેમની પત્ની જાહ્નવી સેઠી અને જુડવા બાળકોના ફોટો અને વીડિયો શેર કરતો હતો. તેમણે છેલ્લી પોસ્ટ 12 મેના રોજ કરી હતી. જેમાં તે પોતાની માતા સાથે જોવા મળી રહ્યો છે. અભિનેતાએ પોતાની પૂર્વ પત્ની અમિતા સાથે ડાન્સ રિયાલિટી શો, નચ બલિયે 3માં ભાગ લીધો હતો. તે કભી ખુશી કભી ગમ ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે કરિનાનો મિત્ર રોબીનું પાત્ર નિભાવ્યું હતુ. તેમજ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડના બેસ્ટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બની ગયા
Next articleઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વ્યક્તિએ તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી