Home ગુજરાત ભાવનગર જિલ્લામાં આવેલ રોજકી ડેમ આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો

ભાવનગર જિલ્લામાં આવેલ રોજકી ડેમ આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર સંપૂર્ણ ભરાયો

14
0

(જી.એન.એસ) તા. 7

ભાવનગર,

છેલ્લા ઘણા દિવસો થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેના કારણે ઉપરવાસમાં પાણીની ખૂબ આવક થઈ છે જેના લીધે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર ભાવનગર નો રોજકી ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમવાસના વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને નીચાણવાળા 10 ગામડાને સતર્ક કરવામાં આવ્યા છે. થોરાળા, ગોરસ, સાગનીયા લખુંપરાને સતર્ક કરવામાં આવ્યા છે. આ તરફ કુભણ, નાના જાદરા, ઉમણીયાવદરે, મહુવા અને કતપર સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

સીઝનમાં પહેલીવાર રોજકી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ખેડૂતોને હવે સિંચાઈ માટેની કોઈ સમસ્યા નહીં રહે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમની નીચેના વિસ્તારોમાં આવતા નદીના પટમાં કોઈ પણ વાહન તેમજ માલઢોર લઈને અવર જવર ના કરવા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રોજકી સિંચાઇ યોજના 100% ભરાઈ જવાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના ભાગ રૂપે એલર્ટ આપવામાં આવ્યુ છે, તો આ તરફ નિકોલ ગામમાં બનેલો નિકોલ બંધ પણ સંપૂર્ણ ભરાયો છે.  નદી તેમજ ડેમમાંથી આવતું વરસાદી મીઠું પાણી જે દરિયામાં જતુ હોય તેને સ્ટોરેજ માટે તાલુકામાં મોટા બે બંધાર બનવામાં આવ્યા છે .ત્યારે રોજકી ડેમ તેમજ નિકોલ બંધારો પરીપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. આ જળાશયોથી આસપાસના વિસ્તાર તેમજ તાલુકાને ઘણા ફાયદાકારક છે. બંધારાના પાણીને આજુ બાજુના ખેડૂતો માટે આશીર્વાદ રૂપી માનવામાં આવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું
Next articleવકફ સુધારા બિલ પર ચર્ચા કરવા માટે સરકારે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી