Home ગુજરાત  હોસ્ટેલમાંથી બે સગીર કિશોર ગુમ થતાં વિસનગર પોલીસ ફરિયાદ નોંધી શોધખોળ શરૂ...

 હોસ્ટેલમાંથી બે સગીર કિશોર ગુમ થતાં વિસનગર પોલીસ ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી

14
0

(જી.એન.એસ) તા. 7

મહેસાણા,

વિસનગરમાં આવેલ રંગાકુઈ ગામની હોસ્ટેલમાંથી બે સગીર ગુમ થયાની એક ઘટના બની છે. યુવા વિકાસ મંડળ સંચાલિત છાત્રાલયની ઘટના પાંચ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ગુમ થઈ ગયા હતા. રાતના બે વાગ્યાના સુમારે બંને કિશોર ગાયબ થયા હતા. તપાસ કરવાં છતાં પણ તેમનો પત્તો લાગ્યો નથી. તેને લઈને વિસનગર પોલીસે તપાસ શરૂ કરી છે. આ છાત્રાલયમાં 79 બાળકો રહે છે અને બાજુમાં જ સ્કૂલ હોવાથી તેમાં અભ્યાસ કરે છે. જ્યાં પાંચ સપ્ટેમ્બરના રોજ સવારે છાત્રાલયના ગૃહપતિ ગોવિંદભાઈ વેલજીભાઈએ છાત્રાલયમાંથી બે બાળકો કોઈને જાણ કર્યા વગર નીકળી ગયાની સંચાલક ભરતભાઈ જીવણભાઈ ચૌધરીને જાણ કરી હતા, જેથી સંચાલક ભરતભાઇ દોડી આવ્યા હતા.

જ્યાં તપાસ કરતા 17 વર્ષીય હર્ષ રમેશભાઈ અને 16 વર્ષીય યશવર્ધન શૈલેષકુમાર બારડ હાજર મળી આવ્યા ન હતા. જ્યાં છાત્રાલયના અન્ય બાળકોની પૂછપરછ કરતાં આ બંને બાળકો તારીખ ચાર સપ્ટેમ્બર 2024ની રાતે 11 વાગ્યા સુધી વાંચતા હોવાનું જણાવ્યું હતું, જેમાં હોસ્ટેલના સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રિના બે વાગ્યે બંને વિદ્યાર્થીઓ બહાર સંડાસ બાથરૂમ બાજુ જતા જોવા મળ્યા હતા. આ અંગે છાત્રાલયમાંથી જતા રહેલા બાળકોના વાલીઓને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જો કે વાલીઓએ સગા સંબધીઓ તેમજ મિત્રોના ઘરે શોધખોળ બાદ પણ બંને યુવકો ન મળતાં સંચાલક ભરતભાઈ જીવણભાઈ ચૌધરીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત છે: ઉપરાષ્ટ્રપતિ
Next articleહવામાન વિભાગની આગાહી; અગામી 3 દિવસ રાજ્યમાં વરસી શકે છે ભારે વરસાદ