Home ગુજરાત ભાવનગરમાં ડીઆરએમ ઓફિસના ક્લાર્કની રૂ.15,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

ભાવનગરમાં ડીઆરએમ ઓફિસના ક્લાર્કની રૂ.15,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

21
0

(જી.એન.એસ) તા. 4

ભાવનગર,

ઈલેકટ્રીક કોન્ટ્રાક્ટર અને રેલવે તરફથી આપવામાં આવતી કન્સ્લટન્સીનું કામ કરતી વ્યક્તિ પાસેથી રૂ.15,000 ની લાંચ લેતા ભાવનગર ડીઆરએમ ઓફિસના ક્લાર્કને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ક્લાર્કની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદી સુરેન્દ્રનગરના લીંમડીમાં રેલ્વેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એનઓસી મેળવવા 20 મે 2022 ના રોજ અરજી કરી હતી.

ચાર મહિના અગાઉ આ અરજી ડીઆરએમ ઓફિસ, ભાવનગર આવી ગઈ હોવાનું જણાતા તે એનઓસી લેવા માટે ગયો હતો. જ્યાં એનઓસી ઈશ્યુ કરવાનું કામ કરતા ડીઆરઓમ ઓફિસના નિર્માણ વિભાગમાં કામ કરતા ક્લાર્ક કાળુભાઈ ડી.દુબલ અને ક્લાર્ક પ્રશાંત પંડ્યાએ લાંચની માંગણી કરી હતી અને બાદમાં ધક્કા ખવડાવતા હતા. જકે ઉપિયાદીએ પૈસાની વ્યવસ્થા થશે એટલે પૈસા આપી દેશે કહેતા તેને એનઓસી આપવામાં આવી હતી. જે બાદમાં આરોપી કાળુભાઈ દુબલે અવારનવાર પૈસાની માંગણી કરતા ફરિયાદીએ અન્ય આરોપી પ્રશાંત પંડ્યાને એટવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. તેમછતા ફરિયાદીને એનઓસીના અન્ય કામો અટકાવી દેવાની ધમકી આપી હતી.અંતે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ડીઆરએમ ઓફિસ ભાવનગર ખાતે રેલવે કોમ્યુનિટી હોલની સામે જાળ બિછાવીને રૂ.15,000 ની લાંચ લેતા કાળુભાઈ દુબલની ધરપકડ કરી હતી. જ્યારે પ્રશાંત પંડ્યા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડૉ. મનસુખ માંડવિયાએ પેરા-બેડમિન્ટન ટુકડીનું સન્માન કર્યું; અસાધારણ પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી
Next articleબોલિવૂડ અભિનેત્રી કંગનાને બોમ્બે હાઈકોર્ટનો ઝટકો,