Home અન્ય રાજ્ય બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું, અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે

બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું, અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે

20
0

(જી.એન.એસ) અમદાવાદ,તા.૩૦

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે. ગુજરાત પર જે ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે. પરંતું આ સિસ્ટમ સતત પોતાનો રુટ બદલી રહી છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે. ગુજરાતના માથા પર એકસાથે ચાર ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. સુરતથી આ ડિપ્રેશન આગળ વડોદરા પર જશે, જ્યાં વડોદરામાં 24 કલાક માથા પર મંડરાયેલું રહેશે. 4 સપ્ટેમ્બરના રોજ સવારે તે આગળ અમદાવાદ તરફ પ્રયાણ કરશે. ત્યાં સુધી તો બધુ રમણભમણ થઈ જશે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં 123 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ.

આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની હવામાનની આગાહી છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે. પરંતુ તેની હાલની સ્થિ જોતા આ ડિપ્રેશન વડોદરામાં ભારે તબાહી સર્જશે. વડોદરાવાસઓ ફરીથી રાડ પાડી જશે તેવો વરસાદ પડશે. વડોદરા માટે આવતીકાલનો દિવસ ભારે છે. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી પરમ દિવસે સવાર 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાયેલી રહેશે, જેના કારણે શહેર પર ફરી મોટો ખતરો છે.  આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પડશે વરસાદ 65% વિસ્તારને આવરી લેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા પર વરસાદની આગાહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમા પણ સામન્ય કરતા વધારે વરસાદની આગાહી છે.

વરસાદના આ રાઉન્ડમા અતિભારે વરસાદ નહિ. અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડીપ્રેશનની એન્ટ્રી થઈ હતી. જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજિલ્લા કક્ષા સ્પોર્ટ સસ્કૂલમાં પ્રવેશ અંગેના હાઇટ હંટ કાર્યક્રમ અંતર્ગત પસંદગી પ્રક્રિયાનું આયોજન
Next articleકેન્દ્રિય જલશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 6 સપ્ટેમ્બરે સુરતથી જલસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ થશે