Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8 હજાર તબીબો પોતાના કામથી અળગા રહ્યાં

અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8 હજાર તબીબો પોતાના કામથી અળગા રહ્યાં

17
0

5 વર્ષે સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારવાની જગ્યાએ 20 ટકા જ વધાર્યા હોવાની તબીબોની ફરિયાદ

(જી.એન.એસ) અમદાવાદ,તા.૦૨

રાજ્યના રેસીડેન્ટ ડૉક્ટર્સ ફરી હડતાળ પર ઉતરી ગયા છે. અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8 હજાર તબીબો પોતાના કામથી અળગા થઈ ગયા છે. રેસિડન્ડ તબીબોનો આરોપ છે કે સ્ટાઈપેન્ટમાં અપાયેલો વધારો ઓછો છે. 5 વર્ષે 40 ટકા વધારવાની જગ્યાએ 20 ટકા જ વધાર્યા હોવાની તબીબોની ફરિયાદ છે. ત્યારે 3 વર્ષે આપવાનું સ્ટાઈપેન્ડ 5 વર્ષે આપ્યું, અને તે પણ ઓછુ હોવાથી રેસિડન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. આ મામલે સરકારનું કહેવાયું છે કે, દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતના ડૉક્ટર્સને વધારે સ્ટાઈપેન્ડ મળી જ રહ્યું છે. સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ઈન્ટન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ગઈકાલ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મળતા સ્ટાઈપેડ થી ૨૦ ટકા જેટલો વધારો કરાયો છે. જેને પગલે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આવતી કાલથી ૪૦% ટકા સ્ટાઈપેંડ વધારા માટે  હડતાલ કરવાની રાજ્ય સરકારને ચીમકી અપાઇ છે જે  સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. દર્દીઓની સારવારના ભોગે તેમનો આ નિર્ણય અમાનવીય છે. આ ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. ખરી પરિસ્થિતિ તો એ છે કે, રેસીડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઈપેંડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસીડન્ટ તબીબોને અપાતું સ્ટેપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે જ્યારે આ રેસીડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ લાગે છે ટેક્સ. રૂ.૧ લાખ થી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી રેસીડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે.તેમાં પણ સરકારે ૨૦% નો વધારો કરીને ૧,૩૦,૦૦૦ સુધીનું કર્યું છે. દેશમાં અનેક રાજ્યો માં ૪૦ હજારથી ૭૦ હજાર સ્ટાઈપેંડની સામે ગુજરાતમાં  રેસીડેન્ટ તબીબોને અપાતું સ્ટાઈપેંડ રૂ.૧ લાખ થી વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે. આ ઈન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતા વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસીડેન્ટ તબીબોને અપાય છે. રેસીડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે. ગુજરાતની સરખામણીએ રેસિડન્ટ ડોક્ટરોને અન્ય રાજ્યોના તબીબોને મળતું સ્ટાઇપેન્ડ ખૂબ ઓછું છે. સૌથી વધુ સ્ટાઇપેન્ડ ચૂકવનાર રાજ્યોમાં ગુજરાત મોખરે છે. છતાં રાજ્યના 8 હજાર તબીબો વધુ સ્ટાઇપેન્ડની માંગ સાથે આજથી હડતાળ ઉપર ઉતર્યાં છે. ગુજરાતમાં રેસીડેન્ટ તબીબોને 1 લાખથી વધુ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે.  રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલોમાં દર્દીઓ અટવાયાછે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે, અમે 111 વધારાના ડોક્ટર્સને ડેપ્યુટ કર્યા છે. જરૂરી વિભાગમાં મેડિકલ ઓફિસર્સને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. તો ઈમર્જન્સી વિભાગમાં પ્રોફેસર્સને જવાબદારી સોંપી છે. OPD અને ઇમર્જન્સી કાર્યરત કરવામાં આવ્યા છે. દર્દીઓના એવા ઓપરેશન જમને ઈમર્જન્સીની જરૂર નથી તેમને રિશિડ્યુલ કરવામાં આવશે. વર્ગ-4 ના કર્મચારીઓ બોનસને લઇ હડતાળ પર છે. આ વિષયમાં સરકાર GR કરી શકે છે. હાલ વાતચીતથી તેઓ કામે લાગી ગયા. પરંતું હડતાળથી સિવિલ મેનેજમેન્ટ બાનમાં આવી જાય છે. જેમની માંગણી હોય તેમણે ટેબલ ઉપર બેસી ચર્ચા કરવી જોઈએ. કામચલાઉ માટે 30 ટકા જેવી ઘટ ઓછી કરવાનો પ્રયત્ન અમે કર્યો છે.  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટરોની સાથે વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ટેન્ડર પ્રમાણે પગારના મળતા કર્મચારીઓ હડતાળ ઉપર છે. વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા 15000 રૂપિયામાં પગાર સાથે બોનસ પણ આવી ગયું તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. ઓરીજનલ પગાર સ્લીપ ન મળતા હડતાળ જાહેર કરાઈ છે. હાલ અંદાજિત 500થી વધુ વર્ગ-૪ ના કર્મચારીઓ હડતાળ પર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ
Next articleઆંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બનેલી ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી