Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ

ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ

16
0

બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વરસાદ  વરસાદની શક્યતા

(જી.એન.એસ) અમદાવાદ,તા.૦૨

ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘ મહેર રહેશે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે. વલસાડ, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો અમરેલી, ભાવનગર, વડોદરામાં છુટાછવાયા વરસાદ થશે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે. મહત્વનું છે કે ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ પર બનેલા ડીપ્રેશનના કારણે ગુજરાતમાં ફરી વરસાદ આવશે ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર સહિત અમુક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.  ત્રીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે ભારે વરસાદની આગાહી છે. સાથે જ ઓરેન્જ એલર્ટ છે. ત્રીજી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ છે.  હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, કચ્છ પાસેથી પસાર થયેલા આશના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નથી થઈ. ગઈકાલથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું. આજે 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદ શરુ થશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ નોંધાશે. આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે.    અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆમિર ખાને વિનેશ ફોગટ સાથે વીડિયો કોલ પર વાત કરી
Next articleઅમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8 હજાર તબીબો પોતાના કામથી અળગા રહ્યાં