Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બનેલી ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બનેલી ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી

21
0

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 

(જી.એન.એસ),તા.02

નવી દિલ્હી,

ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર નથી. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. સતત બીજા દિવસે મુશળધાર વરસાદ થયો હતો, જેના કારણે રવિવાર, 1 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશમાં 15 લોકો અને તેલંગાણામાં 9 લોકોના મોત થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડી સાથે વાત કરી છે. હાલમાં આ બે રાજ્યોને ઘમરોળતું ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 3 તારીખે બપોર બાદ આ ડિપ્રેશનની અસર વર્તાવા લાગશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હાલમાં માંડ તંત્રને કળ વળી છે ત્યાં ફરી ડિપ્રેશન આવતાં ફરીથી ભારે વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી છે.  3 તારીખ બપોર બાદ આ ડિપ્રેશન નાસિક અને નંદુરબાર થઈને ગુજરાતમાં પ્રવેશી એ વલસાડ અને વડોદરાને ઘમરોળતું અમદાવાદ પહોંચશે. 3 તારીખે સાંજે ભાવનગરના દરિયા કાંઠા અને વડોદરાની હાલત ખરાબ થાય તેવી પૂરી સંભાવના છે. વડોદરાની હાલત માંડ સુધરી છે ત્યાં ફરી ડિપ્રેશન અહીં તબાહી મચાવે તેવી પૂરી સંભાવના છે.  4 તારીખે સવારે આ ડિપ્રેશન ગુજરાતમાં ભારે અસર કરશે સૌથી ખરાબ સ્થિતિ વડ઼ોદરા અને અમદાવાદની થશે. 5 તારીખે પણ આ ડિપ્રેશનની ભયાનક અસરથી કચ્છ અને ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે. અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. 

તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 26 ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. આ બંને રાજ્યોમાં 12 ટીમો પહેલેથી જ તૈનાત છે. આ સિવાય 14 ટીમો ત્યાં મોકલવામાં આવી છે. આ ટીમો દેશભરમાંથી અલગ-અલગ જગ્યાએથી પહોંચી રહી છે. NDRFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે પડોશી રાજ્યોમાં તૈનાત બચાવ ટુકડીઓ અલગ-અલગ સાધનોથી સજ્જ છે. સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR)ના અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે 99 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ચાર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી. જ્યારે 54 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બંને રાજ્યોમાં નદીઓમાં પૂર છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડ્યા છે. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે સમયસર લેવાયેલા સાવચેતીના પગલાંને કારણે જાન-માલનું નુકસાન ઓછું થયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. મહેબૂબાબાદ અને ખમ્મામ જિલ્લામાં ત્રણ લોકો વહી જવાની પણ આશંકા છે. મંત્રીએ કહ્યું કે સૂર્યપેટ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, મહબૂબાબાદ અને ખમ્મામ જેવા અન્ય જિલ્લાઓમાં અધિકારીઓએ પૂરથી પ્રભાવિત ઘણા ગામોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. 

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે હૈદરાબાદમાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે અને અધિકારીઓ સાથે વરસાદ/પૂર પરિસ્થિતિની સમીક્ષા કરશે. જેમાં મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવનાઓ છે. હૈદરાબાદમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હૈદરાબાદ જિલ્લામાં વધુ ભારે વરસાદને કારણે 2 સપ્ટેમ્બરે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટને 2 સપ્ટેમ્બરે શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર રજા જાહેર કરવા કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે તેલંગાણાના આદિલાબાદ, નિઝામાબાદ, રાજન્ના સરસિલ્લા, યાદદ્રી ભુવનગીરી, વિકરાબાદ, સંગારેડ્ડી, કામરેડ્ડી અને મહબૂબનગર જિલ્લામાં રવિવાર, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યા સુધી છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહી માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ મન્યમ, અલુરી સીતારામ રાજુ, કાકીનાડા અને નાંદયાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.   

આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર આર. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપતાં આર. કુરમંધે કહ્યું કે કૃષ્ણા નદીમાં પૂરને કારણે વિજયવાડાના પ્રકાશમ બેરેજ પર પ્રથમ સ્તરની ચેતવણી જારી કરવામાં આવી છે. તાડેપલ્લીમાં આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (APSDMA) ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા, મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદ થયો છે. નાયડુએ કહ્યું, ‘ભારે વરસાદને કારણે વિજયવાડા અને ગુંટુર શહેરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કાઝા ખાતેનો વિજયવાડા-ગુંટુર નેશનલ હાઈવે અને જગ્ગૈયાપેટા ખાતેનો વિજયવાડા-હૈદરાબાદ નેશનલ હાઈવે સંપૂર્ણપણે ડૂબી ગયો છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, જગ્ગૈયાપેટામાં 24 કલાકમાં 26 સેમી વરસાદ નોંધાયો છે, જ્યારે 14 મંડળોમાં 20 સેમીથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરના રાજરાજેશ્વરી પેટામાં ડૂબી ગયેલા રસ્તા પર લોકો છાતીના ઊંડા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે 14 જિલ્લાઓમાં 94 અન્ય સ્થળોએ સાતથી 12 સેન્ટિમીટરની વચ્ચે વરસાદ થયો છે.મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, પૂરનું પાણી જે કોલેરુ તળાવ તરફ વાળવાનું હતું તેને બદલે વિજયવાડા તરફ વાળવામાં આવ્યું અને પરિણામે શહેરમાં પૂર આવ્યું છે. નાયડુએ વરસાદની સમસ્યાનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાં વિશે વાત કરી હતી. ગુજરાત માટે પણ થોડો સમય જ રાહત આપનારો છે. 24 કલાકમાં સૌથી મોટો ખતરો આવી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ સહિત રાજ્યમાં કુલ 8 હજાર તબીબો પોતાના કામથી અળગા રહ્યાં
Next articleકચ્છના જાણીતા દાતા હસુભાઈ કાનજીભાઈ ભુડિયાનું આફ્રિકાના મોમ્બાસા ખાતે નિધન