(જી.એન.એસ),તા.02
નવી દિલ્હી,
અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે વ્હિસલબ્લોઅર દસ્તાવેજોનો હવાલ આપતા SEBI ચેરપર્સન માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગના રિપોર્ટ બાદથી વિપક્ષ સતત સેબી ચેરપર્સન પર પ્રહાર કરી રહ્યા છે. સોમવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે નવા આરોપ લગાવ્યા છે. એટલું જ નહીં સેબી ચેરપર્સનની નિયુક્તિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ નિશાન સાધ્યું. કોંગ્રેસનો દાવો છે કે શતરંજના ખેલમાં બાદશાહ કોઈ છે. પરંતુ તમામ અધિકાર તેમની પાસે હોય એવું જરૂરી નથી. તેઓ મોહરું પણ હોઈ શકે છે. કોંગ્રેસનો ઈશારો માધબી પુરી બુચ તરફ છે. તેઓ સેબી અધ્યક્ષ છે અને તેમને એપોઈન્ટ કરનારા ACC ના લોકોમાં પીએમ અને અમિત શાહ સામેલ છે. હિંડનબર્ગના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ મોનિટરિંગમાં થયેલી તપાસની વાત અમે કરી ચૂક્યા છીએ. સેબીના ચેરપર્સને 2017થી 2024 સુધી ICICI Bank પાસેથી 16 કરોડ 80 લાખ રૂપિયા પગાર લીધો. ICICI bank, ICICI Prudential થી પગાર અને ESoPs માટે છે. જે સેબીની સેક્શન 54નો ભંગ છે.
માર્કેટ રેગ્યુલેટર હોવા છતાં કોઈ કંપની પાસેથી પગાર લેવો કેટલું યોગ્ય? સવાલ એ છે કે પૈસા કેમ લીધા અને સેવા શું આપી? Whole Time Member રહેવા દરમિયાન તેમને ICICI Bank અને પ્રુડેન્શિયલ પાસેથી સતત પૈસા મળ્યા. 2021-22માં ICICI Bank તરફથી પગાર બંધ થાય છે પરંતુ ESoP મળે છે. પ્રુડેન્શિયલથી પગાર અને ESoP મળે છે અને ટીડીએસ પણ. સવાલ આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલથી નહીં, સેબી ચીફને છે કે તમે જ તપાસ કરો અને પગાર પણ લો. પીએમને સવાલ છે કે રેગ્યુલેટરિક પ્રમુખને પસંદ કરવાની પ્રક્રિયા શું છે? પીએમને સવાલ છે કે ACC ની સામે શું આ જાણકારી આવી હતી, શું પાછળથી ખબર પડી? અને જો નહીં તો શું સરકાર ચલાવે છે? પીએમને સવાલ છે કે સેબી ચીફના ઓફિસ ઓફ પ્રોફિટ મામલાની જાણકારી હતી? ESoPs એક પોલીસી હોય છે, કંપની છોડ્યા બાદ પણ સેબી પ્રમુખને લાભ મળતા રહે? શું પીએમને તેની જાણકારી હતી? પીએમને સવાલ છે કે સેબી પ્રમુખ વિરુદ્ધ આટલા આરોપ, જાણકારી, હિન્ડનબર્ગના રિપોર્ટ છતાં તેમને કોણ બચાવી રહ્યા છે? આઈસીઆઈસીઆઈ બેંકે શું ક્યારેય જાહેર કર્યું છે કે આ પ્રકારે ESoPs આપી રહ્યા છે? ICICI ને બીજો સવાલ કે આખરે આ પૈસા કેમ આપી રહ્યા હતા અને બદલામાં શું લેતા હતા?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.