આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા
(જી.એન.એસ) અમદાવાદ,તા.૩૧
આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં ઉદ્દભવેલું વાવાઝોડું નલિયાથી 360 km આગળ વધ્યું છે. ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. જેના કારણે આજે વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદને લઇ આજના દિવસ અંતે કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે છુટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. એ. કે. દાસે જણાવ્યું છે કે ગઈકાલે બનેલા ચક્રવાત ખુબ ઓછા બનતા હોય છે. આજદીન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે. આ પહેલા 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી. વરસાદને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ચક્રવાત ઓમાન તરફ જતા ગુજરાતને રાહત તો થઈ છે. પરંતુ બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ થવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે જાહેર નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 વાગેથી 10 વાગે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.