Home ગુજરાત પાટણની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકે ઓએનજીસીમાં નોકરીની લાલચમાં રૂ.8...

પાટણની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકે ઓએનજીસીમાં નોકરીની લાલચમાં રૂ.8 લાખ ગુમાવ્યા

11
0

(જી.એન.એસ) તા. 30

પાટણ,

આજકાલ રોજે રોજ છેતરપિંડી કરવાના નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે ખુબજ ગંભીર બાબત છે ત્યારે હવે પાટણમાં એક શિક્ષક સાથે રૂ.8 લાખની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ભોગ બનનાર યુવક દ્વારા પાટણ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પાટણમાં આવેલી  લાલભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક યુવકે એક વર્ષ અગાઉ પાટણના તીન દરવાજા પાસે પંજાબી હોસ્પિટલ સામે રહેતા દીપ રાજેશકુમાર મોદીનો સંપર્ક કર્યો હતો. ખાનગી સ્કૂલમાં શિક્ષક લાલચનો  ભોગ બનીને પરિવાર સાથે વાત કરીને દીપ નામના વ્યક્તિ એ જવાબદારી લીધી હતી. દીપ મોદીએ ભરતી ગોઠવવા માટે શ્રીમાળી વિજયભાઈ સાહેબ પાસેથી પૈસા લેવાના બહાને જુદા-જુદા માધ્યમથી ચેક દ્વારા કુલ આઠ લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા અને ત્યાર બાદ ભરતીના ઓર્ડર અને મેરિટ યાદી સાવન જોષીને મોકલી આપી હતી.

જ્યારે ખાનગી સ્કૂલના શિક્ષકના પરિવારજનોએ ઓએનજીસીમાં જોબ ઓર્ડર અને મેરિટ લિસ્ટ વિશે પૂછપરછ કરી તો હકીકત સામે આવી કે આવી કોઈ ભરતી કરવામાં આવી નથી અને ન તો કોઈ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેના પછી શિક્ષક અને તેમના પરિવારે દીપ મોદી પાસે અગાઉ આપેલ પૈસા પાછા માંગ્યા હતા અને દીપ મોદીએ પૈસા પાછા આપવાનો વાયદો પણ કર્યો હતો પરંતુ પૈસા પાછા આપ્યા નથી. ત્યારબાદ આ છેતરપિંડી નો ભોગ બનનાર શિક્ષકની માતાએ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દીપ રાજેશકુમાર મોદી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ બાબતે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપીને સાથે 20 લાખથી વધુની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો
Next articleનાળિયેર વિકાસ બોર્ડ દ્વારા 2 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતભરમાં વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરાશે