(જી.એન.એસ),તા.30
ગીર સોમનાથ,
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગીર સોમનાથ સંભવિત વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ પાસે આવેલા દરિયામાં ભારે કરંટ જોવા મળતા સતત 5 દિવસથી 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. દરિયામાં કરંટના કારણે 2 ફિશીંગ બોટ પલટી જતા બોટમાં નુકસાન થયુ છે. પરંતુ બોટમાં રહેલા ખલાસીઓને બચાવવામાં આવ્યા છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. બીજી તરફ કચ્છમાં ડીપ ડિપ્રેશનના અતિભાયનક રૂપની અસર વર્તાવાની શરૂ થઈ છે. મળતી માહિતી અનુસાર કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે કચ્છના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. કચ્છના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. કચ્છના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.