Home ગુજરાત દેવભૂમિ દ્વારકા નગરી વરસાદે તારીજી સર્જી

દેવભૂમિ દ્વારકા નગરી વરસાદે તારીજી સર્જી

17
0

જામ ખંભાળિયાને પાણી પુરુ પાડતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક લોકોનુ પીવાનું પાણી બંધ થઇ ગયું

(જી.એન.એસ),તા.30

દેવભૂમિ દ્વારકા,

દ્વારકામાં વરસાદે મહાવિનાશ વેર્યો છે. આફત બનીને વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છ. ગામોના ગામો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. પૂરના પાણી ચારેતરફ ફરી વળ્યા છે. હજારો લોકો બેઘર થયા છે. લોકોના ઘરોમાં ચાર ચાર દિવસથી પાણી ભરાઈ જતા લોકોને ખાવા માટે ના તો અનાજ છે. ના તો માથે છત રહી છે. બેઘર બનેલા અનેક લોકોની અત્યંત કફોડી સ્થિતિમાં જીવવા લાચાર બન્યા છે. આ તરફ જામખંભાળિયાને પીવાનું પાણી પુરુ પાડતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યુ.  જામ ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતા ઘી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડેમ 7 ફુટ જેટલો ઓવરફ્લો થયો છે. પૂરના કારમે પીવાનું પાણી પુરુ પાડતી લાઈનમાં તણાઈ ગઈ છે. હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પૂરના પાણી હજુ ઓસર્યા નથી. જેના કારણે પાલિકા વોટર વર્ક્સે કામગીરી શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેખાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા
Next articleમકાઇના ઊભા પાકમાં પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના સંકલિત વ્યવસ્થાપન કરવા ખેતી નિયામકની કચેરીએ કેટલાક મહત્વના પગલા સૂચવ્યા