Home દુનિયા - WORLD મહારાણી એલિઝાબેથ 70 વર્ષના શાસન દરમિયાન ફક્ત એકવાર થયા હતા નતમસ્તક

મહારાણી એલિઝાબેથ 70 વર્ષના શાસન દરમિયાન ફક્ત એકવાર થયા હતા નતમસ્તક

26
0

(જી.એન.એસ),તા.30

બ્રિટન,

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વીતિયએ સૌથી લાંબા સમય સુધી (70 વર્ષથી વધુ) રાજ કર્યું. સ્પષ્ટ છે કે આટલા લાંબા શાસનકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા અને અનેકવાર નિયમ કાયદા પણ તોડ્યા. વાત જાણે એમ છે કે બ્રિટિશ શાહી પરિવારના દરેક સભ્યએ નિયમોનું પાલન કરવું પડે છે પરંતુ અનેકવાર તેઓ આ નિયમ તોડતા પણ હોય છે. ખુદ મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ આવું કર્યું હતું. એકવાર તેઓ પ્રોટોકોલ તોડીને નતમસ્તક થયા હતા.  મહારાણી એલિઝાબેથે પોતાના શાસનકાળમાં કઈક એવા કામ કર્યા જેણે બધાનો ચોંકાવી દીધા. પરંતુ તેમની એક પ્રતિક્રિયા તો એકદમ અદભૂત હતી. જે પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ સમયે હતી. તે સમયે આખી દુનિયાએ જોયું કે સૌથી લાંબા  સમય સુધી શાસન કરનારા મહારાણીએ પોતાની વહુના મૃત્યુ પર કેવી પ્રતિક્રિયા આપી હતી.  રાજકુમારી ડાયના જ્યાં સુધી જીવિત રહી ત્યાં સુધી તેના જીવન અને તેમના પ્રત્યે લોકોને ખુબ  રસ હતો. પરંતુ પ્રિન્સેસ ડાયનાના મોતે આખી દુનિયાને તે સમયે હચમચાવી દીધુ હતું. દુનિયાભરના મીડિયામાં ફક્ત પ્રિન્સેસ ડાયનાના મોતની જ ચર્ચાઓ હતી. લોકો તેમનાઆ પ્રકારે દુર્ઘટનાનો ભોગ બની નિધન થવા પર ખુબ જ દુખી હતા.

 6 સપ્ટેમ્બર 1997ના રોજ પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કાર વેસ્ટમિન્સ્ટર એબ્બેમાં કરાયા હતા અને તેમના અંતિમ સંસ્કાર દુનિયાભરમાં કરોડો લોકોએ જોયા હતા. તે સમયે ભારે સંખ્યામાં લોકોએ ભીની આંખે અને ભારે મને પ્રિન્સેસ ડાયનાને વિદાય આપી હતી.  એટલે સુધી કે પ્રિન્સેસ ડાયનાના મોત અને તેમના અંતિમ સંસ્કાર સમયે મહારાણી એલિઝાબેથ માટે પણ મુશ્કેલ ઘડી હતી. તેમણે પણ પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કાર વખતે તેમના સન્માનમાં પોતાનું માથું ઝૂકાવ્યું હતું. શાહી પરિવારના પ્રમુખ અને શાસક તરીકે મહારાણીએ પોતાના 70 વર્ષના રાજમાં ક્યારેય કોઈની આગળ માથું ઝૂકાવ્યું નહતું. પરંતુ પોતાની વહુ પ્રિન્સેસ ડાયનાના મોત પર તેમણે આ પ્રોટોકોલ તોડીને માથું ઝૂકાવ્યું હતું. મહારાણી એલિઝાબેથ દ્વારા આ રીતે જાહેરમાં નતમસ્તક થવાની ઘટના આખી દુનિયામાં છવાઈ હતી. કેટલાક લોકોએ તેને યોગ્ય ઠેરવ્યું હતું તો કેટલાક લોકોએ તેને ખોટું ગણાવ્યું હતું. મહારાણી એલિઝાબેથે આ સિવયા પણ કેટલાક ખાસ અવસરે પ્રોટોકોલ તોડ્યા હતા. 2009માં જ્યારે અમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ મહારાણી સાથે મુલાકાત કરી તો તેમણે ફક્ત મહારાણીના ગળામાં હાથ નાખીને નિયમ તોડ્યો ઉલ્ટું મહારાણીએ પણ બદલામાં પોતાનો હાથ તેમની પીઠ પર રાખ્યો હતો. સામાન્ય રીતે શાહી પ્રોટોકોલનો એક નિયમ છે કે શાહી પરિવારના કોઈ સભ્યને કોઈ સ્પર્શ ન કરે. મહારાણી એલિઝાબેથને મળતી વખતે લોકોને પણ સલાહ અપાતી હતી કે તેઓ તેમને ઝૂકીને પ્રણામ કરે કે માથું નમાવે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્રપ્રદેશના ગુડલાવલેરુમાં કોલેજના ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો
Next articleસ્પોર્ટ્સ ડે પર સ્વાસ્થ્ય માટે સરળ ટ્રિક્સ આપ્નાવો, માનસિક સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક