Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ત્રણ કલાકમાં પોણો ઈંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી

અમદાવાદમાં ત્રણ કલાકમાં પોણો ઈંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી

12
0

AMC ની બેદરકારીને કારણે કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ પાણીમાં રહેવા લોકો મજબૂર

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૭

અમદાવાદ શહેરમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં મેઘ તાંડવ સર્જાયુ હતુ પરંતુ વરસાદ ધીમો પડ્યો હોવા છતા પણ હજુ શહેરના અનેક વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી. LC સિલ્વર સ્ટાર અને દક્ષિણી અન્ડરપાસ બંધ કરાયા છે. દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમા પાણી ભરાયા છે. જવાહર ચોક, ઉત્તમનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ AMC ની બેદરકારીને કારણે પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. અમદાવાદ શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ વરસ્યો છે. પૂર્વ અને દક્ષિણ ઝોનમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સિઝનનો કુલ 31.27 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે વાસણા બેરેજના 9 દરવાજા 3 ફૂટ ખોલાયા છે. 8 ગેટ 3 ફુટ અને 1 ગેટ 4 ફુટ ખોલવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાકાય મચ્છુ-2 ડેમનાં 28 દરવાજા ખોલી દેવાયા
Next articleનવસારીમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના દીવાલ ધરાશાયી થતાં સાત લોકોને ઈજા