વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરના રોડ પર ફરી વળ્યાં
(જી.એન.એસ)વડોદરા,તા.૨૭
વડોદરાના પાદરામાં અને પંચમહાલના મોરવા હડફમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈછે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરના રોડ પર ફરી વળ્યાં છે.અને આજવા સરોવરનું પાણી ફરી વળતા અનેક ગામોને અસર થઈ છે. ગામનું તળાવ ઉભરાતા ગામમાં પાણી છે. 1000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને મોટું નુકસાન થયું છે. મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ થયું. અડધી રાત્રે એકાએક પાણી આવતા ગ્રામજનો અટવાયા છે. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકોના ઘરો, રેલવે સ્ટેશન, એસટી ડેપો, કડકબજાર માર્કેટમાં પાણી ભરાયા છે. આજવા રોડ મિહિર પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં અઢી ફૂટ જેટલું પાણી ભરાયું છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.