Home દેશ - NATIONAL જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી

20
0

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપે તેમના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ યાદીમાં ભાજપે 8 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ

આપી

(જી.એન.એસ),તા.૨૭

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે નવેસરથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ તબક્કાના 15 ઉમેદવારોના નામ છે. જેમાંથી 8 મુસ્લિમ ઉમેદવારો છે. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે કોઈક કારણોસર પાછી ખેંચી લીધી હતી. અગાઉ ભાજપે જાહેર કરેલ યાદીમાં કુલ 14 મુસ્લિમ ઉમેદવારો હતા. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે એમ ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન યોજાનાર છે તેમા પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનાપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા, બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર, નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બાની મતવિસ્તારનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતે પાણીમાં ડૂબતા બાંગ્લાદેશના પૂર અંગે ફેલાવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
Next articleમથુરામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી