ઝાડપાયેલ આરોપીઓ જુદા જુદા 1 હજાર ગુનાઓમાં સામેલ હતા
(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૫
હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસની રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ ગુનામાં સામેલ 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ અલગ અલગ ફ્રોડ રિંગે 983 જેટલા ઓનલાઈન ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ, પાર્સલ અને KYC ફ્રોડના નામે છેતરપિંડી કરતા હોવાની માહિતી મળી હતી. આ સમગ્ર ઘટનાને લઈ રાજકોટના ચુડાસમા કુલદિપસિંહ, જાડેજા દૈવતસિંહ, સિનોજિયા કેતન નામના વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ફ્રોડમાં રાજ્યમાંથી 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રોકાણમાંથી ઉંચું વળતરની લાલચ આપીને ગુનેગારો ચિટિંગ કરતા હતા. બીજી તરફ સુરતથી સીએ નિકુંજ કાનાણી અને પ્રવિણ વસોયાની પણ ધરપકડ કરવામાં આવી છે. નિકુંજ કાનાણી અને પ્રવિણ વસોયા ફેક ટ્રેડિંગ એપ દ્વારા ચીટિંગ કરતા હતા. સાગર પ્રજાપતિ અને કિરિટ પરમાર નામના બે વ્યકિતની પણ ધરપકડ કરવામાં આવી છે. સાગર અને કિરીટ પ્રજાપતિ મુંબઈ પોલીસમાં હોવાનું કહીને ધમકાવીને છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલ આરોપીઓ જુદા જુદા 1 હજાર ગુનાઓમાં સામેલ હતા. જુદા જુદા 20 કેસમાં 12 કરોડ જેટલી ઠગાઈના આરોપસર કાર્યવાહી કરી હતી. રોકડ રકમ, સોનુ, લેપટોપ ,ચેકબુક સહિત 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. નક્લી સ્ટેમ્પ પણ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. નક્લી FIR, નક્લી RBI લેટર અને નક્લી CBIના લેટર પણ તૈયાર કરાયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.