Home ગુજરાત ભરૂચ સેસન્સ કોર્ટમા વકીલ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા લાંચ લેતા ઝડપાયો

ભરૂચ સેસન્સ કોર્ટમા વકીલ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા લાંચ લેતા ઝડપાયો

17
0

(જી.એન.એસ)ભરૂચ,તા.૨૪

ભરૂચ સેસન્સ કોર્ટમા ACBએ રેડ કરી છે. જેમાં જજ વતિ વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે. ફરીયાદીનાં વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 2022માં ગુનો દાખલ થયેલ હતો અને તેમનાં વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં, ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હાલ ફાયનલ દલીલો બાકી છે. આરોપી વકીલ સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરીએ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપીયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી તે પૈકી આજે રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયો હતો. ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ન હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમ્યાન આરોપી વકીલ સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરીએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચનાં નાણાંની માંગણી કરી અને સ્વીકારી જે બાદ વકીલ સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરીને એસીબીએ રંગેહાથ ઝડપી પડ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારે વરસાદના પગલે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ
Next articleઅમદાવાદમાં સસરાએ મેઘાણીનગર પોલીસમાં પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી