Home મધ્ય ગુજરાત અમદાવાદ AMC નાં 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયરબ્રિગેડના અધિકારીને નોકરીમાંથી કાઢી...

AMC નાં 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયરબ્રિગેડના અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર

11
0

( જી. એન. એસ.)  અમદાવાદ,તા.23

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગમાં મોટા ફેરફારો અને ભરતીપ્રક્રિયાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયરબ્રિગેડના અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. મોટા ભાગના અધિકારીને કાઢી મૂકવા પાછળનું કારણ બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને એના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનારા ત્રણ ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીને મ્યુનિસિપલ કમિશનરે આજે શુક્રવારે બપોરે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. 10 દિવસમાં બોગસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નહોતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

અયોગ્ય રીતે પ્રવેશ મેળવી ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી

અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ-ઓફિસર્સ કોર્સ, સ્ટેશન ઓફિસર અને ઈન્સ્ટ્રક્ટર્સ કોર્સ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલો અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય
Next articleમધ્યકાલીન યુગની હજારો રચનાઓ તારવવામાં આવી, હવે સંશોધન થશે