Home ગુજરાત જેતપુરમાં  નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતાં જેલ ભેગો કરાયો

જેતપુરમાં  નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતાં જેલ ભેગો કરાયો

14
0

( જી. એન. એસ.) રાજકોટ,તા.23

જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઇ, અને પીઆઇ રાઇટર હોવાનું જણાવી વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી પોલીસ સ્ટેશને બોલાવે છે,બાદમાં જેતપુર સીટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને વ્યાજે રૂપિયા આપો છો તેવું કહી ધમકાવતો હતો. જેતપુર શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વાડોદરિયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ હું પીઆઇનો રાઇટર બોલું છું. ત્યાંરબાદ હું જેતપુર સીટી પીઆઇ એ.ડી. પરમાર બોલું છું, તેમ કહી તમોએ યશ વસોયાને 15 હજાર રૂપિયા વ્યાજે આપેલ છે.

તેની અરજી સીટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે. માટે તમે પોલીસ સ્ટેશને બોલાવે છે, આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા અને ત્યાં પીઆઈના રાઈટરને મળતા જાણવા મળેલ કે રાઇટર કે પીઆઇ એ બોલાવ્યો જ નથી. અને જે મોબાઈલ નંબર પરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીના છે જ નહીં. જેથી કારખાનેદારે પોલીસનું ખોટું નામ ધારણ કરી ધમકાવનાર શખ્સ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો,ઝડપાયેલ શખ્સ જેતપુર તાલુકાના ખારચિયા ગામનો વતની એવો પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું હતું.

સાથે જ આ કેસમાં તો ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપી કોઈ રૂપિયા પડાવી નથી શક્યો પરંતુ પોલીસને એવી શંકા છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ જેથી આરોપીની આકરી પુછપરછ કરીને અન્ય કેટલા લોકો આ શખ્સનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ મોડન્સ ઓપરેન્ડિશ એવી હતી કે તે લોકોને પોલીસ નું ખોટું નામ આપી,ડરાવી ધમકાવી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની એમો ધરાવતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ તો નકલી પોલીસ ને અસલી પોલીસ નો ભેટો થઈ જતા રૂપિયા તો ન મળ્યા પરંતુ જેલ ની હવા જરૂર થી મળી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર