Home ગુજરાત ભ્રષ્ટ્ર અધિકારીઓએ વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યું

ભ્રષ્ટ્ર અધિકારીઓએ વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યું

14
0

પૂજારીને છેતરીની મંગળનાથ મહાદેવની 100 કરોડ રૂપિયાની જમીન બારોબાર વેંચી નાખી

( જી. એન. એસ.) વડોદરા,તા.23

વડોદરામાં બિલ્ડરોએ મહાદેવને પણ છોડ્યા નથી. તેમણે પૂજારીને છેતરીની મંગળનાથ મહાદેવની 100 કરોડ રૂપિયાની જમીન બિનખેતીની કરાવીને બારોબાર વેચી દેવાનો બનાવ સામે આવ્યો છે. સ્વાભાવિક રીતે કલેક્ટર કચેરીની સંડોવણી વગર આ બનાવ ન બને. તેથી આ પ્રકરણમાં કલેક્ટર કચેરી સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.ભ્રષ્ટ્ર અધિકારીઓએ વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યું છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીન મંજૂરી વગર વેચાઈ જવા પામી છે. ખોટી રીતે વેચેલી 35 વીઘા જમીન કોઈની જાણ બહાર બિનખેતી પણ કરી દેવામાં આવી છે. ત્યારે ચેરીટી કમિશ્નરની મંજૂરી વગર જમીનનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો.જમીન કૌભાંડીઓ દ્વારા ચેરીટી કમિશ્નરનાં આદેશને પણ અવગણી તપાસ કરવામાં આવી ન હતી. આ સમગ્ર બાબતે મંદિરનાં પૂજારીએ વારંવાર કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમ છતા કલેક્ટર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર બાબતે મંગળનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટ્રી મગનગિરી ગોસ્વામીએ નિવેદન આપ્યં હતું કે, 1996 માં અમારી બાજુમાં નદી કિનારો છે અને નદી કિનારાની જમીન બધી ગ્રીન બેલ્ટમાં છે.ત્યારે ગ્રીન બેલ્ટનાં લીધે બિલ્ડર દ્વારા મંદિરની આગળ બીજા પટેલની જમીનો વેચાતી રાખી હતી. ગ્રીન બેલ્ટમાં સહી કરવા માટે અમને આ બિલ્ડરે એગ્રી કર્યા હતા. કે તમે આમાં સહી કરી આપો ગ્રીન બેલ્ટમાંથી આ જમીન કાઢવાની છે. જેમાં અમારી લગભગ સાત થી આઠ વીઘા પ્રાઈવેટ જમીન હતી. તે જમીનની અમારી પાસે માંગણી કરી હતી. જે બાદ અમે બિલ્ડરને સહી કરી આપેલ હતી. બિલ્ડર પુરૂષોત્ત્મ વાઘેલા અને નગીન વાઘેલાએ જમીનો પચાવી પાડી હોવાનો ટ્રસ્ટ્રીઓએ આક્ષેપ કર્યો હતો.બિલ્ડર દ્વારા પાવર બનાવી પટેલોની તેમજ તમામ જમીનો ભેગી કરી આખી ફાઈલ એનએ કરવા આપી હતી. જેમાં અમારા મંદિરની જમીન પણ NA કરી દીધી છે. અત્યારે જે મંદિર છે અને અમે રહીએ છીએ તે સર્વે નંબર 232 એ પણ એનએ કરી બીજાને વેંચી દીધો છે. વધુમાં મહંતે જણાવ્યું હતું કે, અમે સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે. અમદાવાદમાં કેસ ચાલે છે. ચેરીટી કમિશ્નરમાં પણ કેસ ચાલુ છે. તેમજ આ બાબતે કોઈ પણ જગ્યાએથી ન્યાય મળતો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીપળીયામાં શિક્ષણ કાર્યમાં બેદરકારી દાખવનાર પ્રિન્સિપાલની બદલી થતાં ગ્રામજનોએ જશ્ન મનાવ્યો
Next articleગુજરાતમાં એક ગ્રામ પણ ડ્રગ્સ વેચાતુ હશે ત્યાં સુધી ગુજરાત સરકારની આ ડ્રગ્સ સામેની જંગ ચાલુ રહેશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી