Home ગુજરાત પીપળીયામાં શિક્ષણ કાર્યમાં બેદરકારી દાખવનાર પ્રિન્સિપાલની બદલી થતાં ગ્રામજનોએ જશ્ન મનાવ્યો

પીપળીયામાં શિક્ષણ કાર્યમાં બેદરકારી દાખવનાર પ્રિન્સિપાલની બદલી થતાં ગ્રામજનોએ જશ્ન મનાવ્યો

14
0

શાળાના મુખ્ય દરવાજે મરેલા તાળા ખોલી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું

( જી. એન. એસ.) બોટાદ,તા.23

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનોએ ઢોલ વગાડી ફટાકડા ફોડ્યા હતા. ગ્રામજનોએ આચાર્યની બદલાઈ કરવાની માંગ સાથે ચાર દિવસ પહેલા શાળાને તાળાબંધી કરી હતી.

ગત 17 ઓગષ્ટે પીપળીયાના ગ્રામજનોને ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી અને શિક્ષણકાર્ય બંધ કરાવી દીધું હતું.

આચાર્ય જ્યોત્સ્નાબેન ચાવડાની શિક્ષણ કાર્યમાં બેદરકારી હોવાથી તમામ વિદ્યાર્થી બાળકોનું શિક્ષણકાર્ય અને ભવિષ્ય ખરાબ થતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. પીપળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આવતા બાળકોને હાઈસ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. તેનું મુખ્ય કારણ બાળક શિક્ષણમાં ખૂબ નબળું હોય છે અને બાળક આઠ ધોરણના અભ્યાસ પછી પણ કઈ આવડતું હોતું નથી. ત્યારે શિક્ષણકાર્યથી અળગા રહી જ્યાં સુધી આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો હતો.પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ઉભા થયેલા આ વિવાદ બાદ બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકરી કચેરીએથી આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલીનો ઓર્ડર જાહેર થયો છે. જ્યોત્સનાબેન ચાવડાની બદલી કરીને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરીયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે બદલી કરવામાં આવી છે.

પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલી થતા પીપળીયાના ગ્રામજનોએ ઢોલ વગાડી ફટાકડા ફોડ્યા હતા, આ સાથે જ શાળાના મુખ્ય દરવાજે મરેલા તાળા ખોલી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંધ્રપ્રદેશના અનાકાપલ્લે વિસ્ફોટમાં 15 કામદારોના મોત નિપજ્યાં હોવાના સમાચાર મળ્યા
Next articleભ્રષ્ટ્ર અધિકારીઓએ વડસરનાં મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યું