Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય

ગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય

14
0

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના

( જી. એન. એસ.) અમદાવાદ,તા.23

હવામાન વિભાગની ફરી એક મોટી આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક-બે નહીં, ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદ સાથે યેલો અલર્ટની શક્યતા છે. બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

ગુજરાતમાં આખરે મેઘો જમાવટ કરી રહ્યો છે. ગુરુવારે સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં સવા 3 ઈંચ તો છોટાઉદેપુરના સંખેડામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ગુજરાતમાં હવે ચોમાસાનો ખરો રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 22થી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ પાણીથી તરબોળ થશે.

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે પણ વરસાદ માટે કરી દીધી છે ઘાતક આગાહી. આગામી 7 દિવસ એટલેકે, આગામી સપ્તાહ ગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય રહેશે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.

આજે હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. શનિવારે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ આવશે. તદુપરાંત સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ આવશે. દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. 26 અને 27 ઓગસ્ટે પણ વરસાદી માહોલ રહેશે.

આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા, આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં જોવા મળશે અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાં નોંધાવવાની શક્યતા છે. આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં છોટાઉદેપુર અને પંચમહાલના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં ભારે ઝાપટાં નોંધાશે. ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા ઝાપટાં નોંધાઇ તેવી શક્યતા છે. કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ હળવાથી સામાન્ય ઝાપટાં નોંધાતા રહેશે. કોઇક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં નોંધાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતનો કેપ્ટન બનવાનો હતો પણ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી સન્યાસ  લઈ લીધો
Next articleAMC નાં 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયરબ્રિગેડના અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર