Home રમત-ગમત Sports ભારતનો કેપ્ટન બનવાનો હતો પણ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી સન્યાસ  લઈ લીધો

ભારતનો કેપ્ટન બનવાનો હતો પણ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી સન્યાસ  લઈ લીધો

102
0

(જી.એન.એસ),તા.23

નવી દિલ્હી,

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ વિશે એક મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કેએલ રાહુલની નિવૃત્તિનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ જોતાની સાથે જ ચાહકો એ જાણીને ચોંકી ગયા કે આખરે કેવી રીતે અને શું થયું?.. કેએલ રાહુલ અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કેવી રીતે કરી શકે? કેએલ રાહુલના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે. આ પોસ્ટના આધારે ચાહકો દાવો કરી રહ્યા છે કે કેએલ રાહુલે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી આ પોસ્ટમાં કોઈ સત્યતા જણાતી નથી. કેએલ રાહુલના નામની આ વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘હું ટૂંક સમયમાં એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. મારી સાથે રહો. પછી શું… થોડી જ વારમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર દાવાનળની જેમ ફેલાઈ ગયા.

આ પોસ્ટ વાઈરલ થતા જ કેએલ રાહુલ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે કેએલ રાહુલની આ જાહેરાત IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે સંબંધિત કંઈક હોઈ શકે છે. કેએલ રાહુલ શું જાહેરાત કરવા જઈ રહ્યા છે તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ 5 સપ્ટેમ્બરથી શરૂ થનારી આગામી દુલીપ ટ્રોફી 2024માં રમતા જોવા મળશે. કેએલ રાહુલ શુભમન ગીલની કેપ્ટનશીપવાળી ઈન્ડિયા A ટીમ તરફથી રમતા જોવા મળશે. બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે કેએલ રાહુલની પસંદગી લગભગ નિશ્ચિત છે.ભારતના શાનદાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ભારત માટે 50 ટેસ્ટ મેચોમાં 34.08ની એવરેજથી 2863 રન બનાવ્યા છે. કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં 8 સદી અને 14 અડધી સદી ફટકારી છે. કેએલ રાહુલનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન છે. ભારત માટે 77 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં કેએલ રાહુલે 49.16ની એવરેજથી 2851 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 સદી અને 18 અડધી સદી ફટકારી છે. કેએલ રાહુલનો વન ડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 112 રન છે. આ સિવાય કેએલ રાહુલે 72 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 37.75ની એવરેજથી 2265 રન બનાવ્યા છે. કેએલ રાહુલે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2 સદી અને 22 અડધી સદી ફટકારી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલનો સર્વશ્રેષ્ઠ સ્કોર 110 રન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારે વરસાદ બાદ ત્રિપુરામાં તબાહી, 22 લોકોના મોત થયા
Next articleગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય