15મી ઓગષ્ટે તિરંગો ફરકાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી
(જી.એન.એસ) વાપી,તા.૨૨
દેશના 78 માં સ્વાતંત્રતા પર્વની 15મી ઓગષ્ટે દેશ ભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જોકે વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલએ આફ્રિકાના સૌથી ઊંચા અને અતિ કઠીન ગણાતા કિલીમાંજારો શિખર સર કરી તેના પર 15મી ઓગષ્ટે તિરંગો ફરકાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને 64 વર્ષે આ શિખર સર કરનાર સૌ પ્રથમ સિનિયર સિટીઝન હોવાની સિદ્ધિ હાંસલ કરી છે. મહત્વપૂર્ણ છે કે દુનિયાના સૌથી ઊંચા શિખર મનાતું આફ્રિકાનું સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાન્જારો જે સમુદ્રથી 19,341 ફૂટ ઉપર આવેલું છે. આટલી ઊંચાઈએ વાપીના એક વયો વૃદ્ધ 64 વર્ષિય કાંતિ ભાઈ પટેલે સફળતાપૂર્વક આ કીલીમાંન્જારો શિખર સર કર્યું છે. ગત 15મી ઓગસ્ટે તેઓએ આ શિખર સર કરી અને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. આ પર્વતની ટોચ સુધી પહોંચતા 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે. જેના માટે છ દિવસ લાગે છે. જે અત્યંત દુર્ગમ પરિસ્થિતિઓમાં પસાર કરવું પડે છે. અંતિમ છ કિલોમીટર ચઢાઈ અતિ મુશ્કેલ હોય છે. આથી યુવાઓ પણ કીલીમંજારો ના શિખર સુધી પહોંચતા અનેક સમસ્યાઓનો સામનો કરે છે. પરંતુ વાપીના કાંતિભાઈ વૃદ્ધાવસ્થામાં પણ આ શિખરસર કરી અને તિરંગો લહેરાવી આવ્યાછે.આ શિખર સુધી પહોંચવા વાળા કાંતિભાઈ ગુજરાત દમણ અને દાદરા નગર હવેલી ના પ્રથમ 64 વર્ષીય વૃદ્ધ હોવાનો દાવો કરે છે. મહત્વપૂર્ણ છે કે કાંતિભાઈ અગાઉ નોકરી કરતા હતા. દસ વર્ષ અગાઉ તેમના પત્નીના અવસાન બાદ તેમના બે પુત્રો લગ્ન કરી અને વાપી બહાર સ્થાયી થયા છે. આથી તેઓ વાપીમાં એકલવાયું જીવન જીવતા હતા. જોકે જીવનમાંથી એકલતા દૂર કરવા સાયક્લિંગ રનીંગ અને ટ્રેકિંગ જેવા મુશ્કેલ પડકારો સમાન શોખ પાળ્યા અને અત્યાર સુધી તેઓ સાયકલિંગમાં રનીંગમાં અને ક્લાઈમ્બિંગમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે .જોકે કીલીમાંન્જારો શિખર સર કરી તેના પર 15 મી ઓગસ્ટે તિરંગો લહેરાવવા ની મેળવેલી સિદ્ધિ અંગે ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.