પોતાનો નંબર બ્લોક કરી સોશિયલ મીડિયા પર સંપર્ક પણ કાપી નાંખ્યો
(જી.એન.એસ) સુરત,તા.૨૨
વિદેશ જવાના અનેક લોકોના ખ્વાબ હોય છે. આ સપનામાં દેશમાં અનેક માતાપિતા પોતાની દીકરીઓના લગ્ન માટે એનઆરઆઈ મુરતિયા શોધતા હોય છે. આવામાં આવી અનેક કન્યાઓ સાથે ફ્રોડના કિસ્સા બનતા હોય છે. તાજેતરમાં જ સુરતના યુવકે આવી જ રીતે એક યુવતી સાથે ચીટિંગ કર્યું હતું. લગ્ન કરીને તેણે હનિમુન માણ્યું, અને બાદમાં તે પત્નીને મૂકીને કેનેડા ભાગી ગયો હતો. એટલું જ નહિ, પોતાનો નંબર બ્લોક કરી દીધો હતો, અને પત્ની સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કાપી દીઘો હતો. કિસ્સો એમ હતો કે, સુરતની 27 વર્ષીય પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પતિ અને સાસરીના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણીએ ફરિયાદમાં કહ્યું કે, તેના લગ્ન ગત વર્ષે થયા હતા, લગ્નના થોડા દિવસ બાદ તે પતિ અને સાસરીવાળા સાથે ફરવા ગઈ હતી. તેના થોડા સમય બાદ તેનો પતિ સિંગલ ટિકિટ બુક કરાવીને કેનેડા જતો રહ્યો હતો. મને જાણ કર્યા વગર તેઓ કેનેડા નીકળી ગયા હતા. કારણ કે, મને લગ્ન પહેલા કહેવામાં આવ્યું હતું કે, લગ્ન બાદ તમને પણ કેનેડા સાથે લઈ જવાશે. આ મામલે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જોકે, મામલો ત્યારે થાળે પડ્યો જ્યારે યુવકે પત્નીને બાદમાં બોલાવી લેવાની વાત કરી હતી. યુવકે પત્નીને પ્રોમિસ કર્યુ હતું કે, તે કેનેડા પહોંચીને તેને બોલાવી લેશે. ત્યાં પહોંચીને મને બધુ સેટ કરી દેવા દે. પતિ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તેના બાદ તેણે પત્નીને કેનેડા બોલાવવા ગલ્લા તલ્લા કર્યા હતા. કેનેડા જઈને તેણે સસરાને ફોન કર્યો હતો કે, તે કેનેડામાં ફસાઈ ગયો છે, અને તને 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરજો. આ સાંભળીને સસરાએ તેને મદદ કરી હતી. આ બાદ પત્ની ભારતમાં અને યુવક કેનેડામાં રહેતો હતો. પરંતું બીજી તરફ, સાસરીવાળાએ યુવતી પાસે રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. પરંતુ સાસરીવાળાની રૂપિયાની માંગણી વધી ગઈ હતી. તો બીજી તરફ કેનેડા ગયેલો યુવક પણ પત્નીને ફોન પર ધમકાવતો હતો. બંને વચ્ચે ટેલિફોન પર ઝગડા ચાલતા હતા. આખરે કંટાળીને પતિએ પરિણીતા સાથે તમામ સંપર્ક કાપી નાંખ્યા હતા. તેણે પત્નીને સોશિયલ મીડિયા પર પણ બ્લોક કરી હતી. તેણે પત્નીને કહ્યું હતું કે, તુ વધારે રૂપિયા આપીશ તો જ તને અનબ્લોક કરીશ. છેવટે કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.