Home ગુજરાત સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના 8 તબીબો ગેરહાજર

સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના 8 તબીબો ગેરહાજર

16
0

સારવાર માટે આવતા દર્દીઓના હાલ બેહાલ

(જી.એન.એસ) સુરેન્દ્રનગર,તા.૨૧

સુરેન્દ્રનગરમાં શિક્ષકો બાદ તબીબો ગાયબ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના 8 તબીબો ગેરહાજર હોવાની ઘટના સામે આવી છે. સિવિલ સર્જનને જાણ કર્યા વગર જ લાંબા સમયથી તબીબો ગેરહાજર છે. સુરેન્દ્રનગર સિવિલ સર્જને આરોગ્ય વિભાગને જાણ કરી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના હાલ બેહાલ થયા છે.બીજી તરફ બેવડી ઋતુના પગલે રોગચાળો પણ વકર્યો છે. હોસ્પિટલમાં ડોકટરમાં હાજર ન હોવાથી દર્દીઓની લાંબી કતારો લાગી છે. હાલ દાખલ દર્દીઓને દિવસમાં માત્ર 1 જ વખત ચેકિંગ કરાઈ છે. બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી શાળાના 35થી વધુ શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. સરકારી શાળાના 35 શિક્ષકો સતત ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ચોટીલા, સાયલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી, લખતર, વઢવાણ, મૂળીની શાળાઓમાં શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. શિક્ષકો રજા લઈ વિદેશ તેમજ પોતાના વતન જતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article14મી સપ્ટેમ્બરે યોજાનારી લોક અદાલતમાં વાહનનું ચલણ માફ અથવા ઘટાડી શકાશે
Next articleદેશભક્તિની ભાવનાથી તરબોળ થયું ગુજરાત ભવન