ઘણા ઉમેદવારોને ખોટી રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હોવાની ચર્ચા
(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૪
રાજ્યનું પાટનગર ગાંધીનગર જાણે કે સરકારી ભરતીમાં ગેરરીતિ માટેનો અડ્ડો બની ગયાની છાપ ઉપસી રહી છે. સમગ્ર રાજ્યમાંથી યુવાઓ આજે આંદોલન માટે ગાંધીનગર તરફ મીટ માડી રહ્યાં છે. શાંત નગર ગાંધીનગરમાં મહદઅંશે થતી ભરતીઓમાં ભ્રષ્ટચાર આચરવામાં આવે છે એ વાત હવે સરકારથી પણ છુપી રહી નથી. આ બાબતમા વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોટા સૂત્રો અને ડાહી ડાહી વાતો લખીને નાગરિકોને પ્રતિતી કરાવતી કે આપ સંસ્કારના કેંન્દ્રમાં બિરાજમાન છો…. આવો જ એક ભ્રમ ભાંગ્યો ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા કરવામા આવેલ ભરતી દરમ્યાન આવેલ ઉમેદવારોનો જેમણે ભરતી પ્રક્રિયામા મોટા પાયે સેટિંગ (ગોઠવણ) થઇ હોવાની ભીતિ વ્યક્ત કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રોફેસરો, એસોસિયેટ, આસિસટન્ટ રજીસ્ટાર, મિડીયા મેનેજર તેમજ રીસર્ચ આસિસટન્ટ જેવા પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભરતી પ્રક્રિયા દરમ્યાન ઘણા ઉમેદવારોને ખોટી રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતા. ઉમેદવારો દ્વારા જ્યારે પ્રત્યક્ષ મુલાકત લઈ તપાસ કરતાં તેમને યોગ્ય તેમજ સંતોષકારક જવાબ ન મળતા ઘણા ઉમેદવારોમાં નારાજગીની લાગણી વ્યાપી ગઈ છે. એ ઉપરાંત સગાવાદ અને ઓળખીતાઓ માટે નિયમોમા ફેરફારો, ઉંમરમા છૂટછટ આપવી, ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ચૂપચાપ ગોપનીય રીતે આટોપી લેવી, અયોગ્ય રીતે ઉમેદવારોને ગેરલાયક ઠેરવા જેવી બાબતોને લીધે આ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ગેરરીતિની મોટી ભિતી સેવાઇ રહ્યાની શંકા ઉમેદવારો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
સૂત્રોએ કહ્યું કે, મિડિયા મેનેજરની ભરતીમાં ઉંમરમાં ૫૦ વર્ષની વય મર્યાદા વિશેષ વ્યકિતને વિશેષ લાભ માટે કરાઇ હોવાની ચર્ચા થઇ રહી છે. મિડિયા મેનેજરની ભરતીમાં ઉંમરમાં ૫૦ વર્ષની વય મર્યાદા વિશેષ વ્યકિતને વિશેષ લાભ માટે પૂર્વ આયોજિત રીતે કરવામાં આવી હોવાના દાવા ઉમેદવારો દ્વારા થઇ રહ્યાં છે. જો કોઈ ઉમેદવાર 8 વર્ષ પછી રિટાયર્ડ થાય તો તેને 50 વર્ષે ભરતી કરી શું મતલબ હોઈ શકે..? એ ઉપરાંત ઇન્ટરવ્યૂ દરમ્યાન મીડિયા ક્ષેત્રના તજજ્ઞો સિવાયના અન્ય મહાનુભાવો દ્વારા પૂર્વનિયોજિત રીતે ગોઠવણ કરી પેનલ બનાવામાં આવી હતી. શંકા ઉપજાવનાર આ ભરતીથી કોને કેટલો લાભ થયો હશે એ તો કોને નિમણૂંક અપાઇ ત્યારે જાણ થાય. પરંતુ ઉમેદવારોને અયોગ્ય રીતે ગેરલાયક ઠેરવીને ભાવિ સમાજ નિર્માણનું કાર્ય કરતી ચિલ્ડ્રન યુનિવર્સીટી કોનું કેવું ભાવિ નિર્માણ કરશે એ પ્રશ્ન સૌ કોઈને થઇ રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.