Home ગુજરાત રાજકોટ મધ્યસ્થ જેલમાં TRP અગ્નિકાંડના આરોપીઓને રાખડી બાંધવા બહેનો આવી

રાજકોટ મધ્યસ્થ જેલમાં TRP અગ્નિકાંડના આરોપીઓને રાખડી બાંધવા બહેનો આવી

13
0

સાગઠિયા મીડિયાથી પોતાનું મોઢું છુપાવતો હતો

(જી.એન.એસ) રાજકોટ,તા.19

રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે (19 ઓગસ્ટ) રક્ષાબંધનના પવિત્ર દિવસે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો અહીં આવી હતી. જેને લઈને રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી બહેનો વહેલી સવારથી જ જેલ ખાતે પહોંચી ગઈ હતી અને રજીસ્ટ્રેશન માટે કતાર લગાવી હતી. બાદમાં જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી ત્યારે તે ચૌધાર આંસુએ રડી પડી હતી. કોઈ યુવાને પોતાના બાળકને છાતીએ લગાવી વહાલ વરસાવ્યું હતું. કેદી ભાઈઓ પોતાની બહેન કે માતાની આંખમાં આંસુ જોઈને પોતે કરેલા ગુના પ્રત્યે અફસોસ કરી રહ્યા હતા. આ તકે રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓને પણ તેમની બહેનો રાખડી બાંધવા આવી હતી. જેમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને તેમની 3 બહેન રાખડી બાંધવા આવી હતી. શરૂઆતમાં સાગઠિયા મીડિયાથી પોતાનું મોઢું છુપાવતો હતો, પરંતુ બાદમાં બહેન રાખડી બાંધવા આવતા સાગઠિયાએ મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને તેમની બહેન રાખડી બાંધવા આવવાની હોવાથી તેઓ બેરેકમાંથી બહાર તો આવ્યા હતાં, પરંતુ શરૂઆતથી જ તેઓ મીડિયાથી મોઢું છુપાવી રહ્યાં હતા અને હાસ્ય લહેરાવી રહ્યાં હતાં. જોકે, બાદમાં પોલીસે સાગઠિયાને કહેતા તેઓ સીધા ઊભા રહ્યાં હતાં. તેમની ત્રણેય બહેનો જ્યારે રાખડી બાંધવા માટે આવી ત્યારે બહેનો રડવા લાગી હતી. આ ઉપરાંત મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકીની બહેન તેને રાખડી બાંધવા આવી ત્યારે તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. પરિવારની મહિલાએ યુવરાજસિંહના ઓવારણાં લીધા તો પરિવારની બાળકી યુવરાજસિંહને જોઇ રહી હતી. બાદમાં એક મહિલાએ જતા જતા કહ્યુ- કોઈ ચિંતા ન કરતો. પાકા કામના કેદી ગોપાલ વેકરીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 6 વર્ષથી જેલમાં છું. આજે રક્ષાબંધનના અમારા અધિક્ષક રાઘવ જૈન અને નાયબ અધિક્ષક સહિતના દ્વારા બહેન પોતાના કેદી ભાઈને રાખડી બાંધી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે અમારી બહેન અમને રાખડી બાંધવા આવે છે, ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જાય છે. અમને એવો અફસોસ થાય છે કે, કાયદો હાથમાં લીધો હતો તે ખોટું હતું. અમારી સજા બહેન અને પરિવારને સજા ભોગવવી પડી રહી છે. મારા બહેન દમણ છે અને ત્યાથી રાખડી બાંધવા અહીં આવ્યા હતા. અપહરણ અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા પડેલી છે. આ સાથે જ તેમણે અન્ય કેદી ભાઈઓ-બહેનોને એવી અપીલ કરી હતી કે, બંધારણ આપણને છૂટ ન આપતું હોય તેવા કોઈપણ કાર્ય કરવા ન જોઈએ. પરિવારમાં માતા અને બહેન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાતમાં ફરી રાજકીય દાવપેચ શરૂ
Next articleમૂળ રાજકોટના ડોકટરનો દિલ્હીની AIIMS હોસ્પિટલમાં આપઘાત