Home મધ્ય ગુજરાત અમદાવાદ કમર શેખને વડાપ્રધાન મોદી સાથે 40 વર્ષ જૂનો રાખડીનો સંબંધ

કમર શેખને વડાપ્રધાન મોદી સાથે 40 વર્ષ જૂનો રાખડીનો સંબંધ

14
0

પોતાના હાથથી રાખડી બનાવીને નરેન્દ્ર મોદીને બાંધે છે

(જી.એન.એસ) અમદાવાદ,તા.19

ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન. ત્યારે દેશના વડાપ્રધાનની બહેન પણ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા પહોંચી છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવારના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધશે તો દૂર રહેતી બહેનો ભાઈને પોસ્ટ કે કુરિયર દ્વારા રાખડી મોકલાવે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની રહેવાસી છેલ્લા 30 વર્ષથી પીએમને રાખડી બાંધે છે.જેઓ પોતાના હાથથી રાખડી બનાવીને નરેન્દ્ર મોદીને બાંધે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી મહિલાનું નામ છે કમર શેખ જે પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. જે લગ્ન બાદ અહીંયા જ ગુજરાતમાં વસે છે. આ વર્ષે તેમણે પીએમ મોદી માટે ખાસ રાખડી બનાવી છે રાખડીની સાથે જ ભાઈ-બહેનના પ્રેમ ઉપર સુંદર સંદેશ લખ્યો છે. મોદીજી પ્રધાનમંત્રી બન્યા બાદ પણ એક ભાઈ બહેન તરીકેનો સંબંધ 29 વર્ષોથી જીવતો જ છે. પીએમ મોદીને રાખડી બાંધી મહિલા દર વર્ષે પ્રાર્થના કરે છે તેમનો ભાઈ તેમના જીવનમાં પ્રગતિ કરે અને સુરક્ષિત રહે તેવી પાર્થના કરે છે. કમર શેખે ભાઈ માટે પોતાના હાથથી કોઈની નજર ન લાગે તે માટે આંખોની થીમ પર સુંદર રાખડી બનાવી છે. કમર શેખનું કહેવું છે કે તેઓ વડાપ્રધાન મોદી સાથે સંબંધ 40 વર્ષ જૂનો છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી આરએસએસમાં હતા ત્યારથી જ તેમના સંપર્કમાં હતા. કમર શેખે પીએમ મોદીની પાકિસ્તાની બહેન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. પરંતુ લગ્ન ભારતીય ચિત્રકાર મોહશિન શેખ સાથે થયા છે જો કે આ બહેન દિલ્હીમાં વડાપ્રધાન મોદીને દર વર્ષે રાખડી બાંધીને તેમની સફળતાની પ્રાર્થના કરે છે. આમ દેશભરમાં રક્ષાબંધની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે. જેમાં વડાપ્રધાન મોદીના ધર્મની બહેને રેશમના ધાગા પર તૈયાર કરેલ સુંદર રાખડી બાંધીને દેશને વધુ સફળતા અને દેશનું નામ આગળ વધારે તેવી બહેને દુઆ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવે ગુજરાતમાં સરકાર દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન્સ
Next articleસાળંગપુરમાં હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર