Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી લોકો ‘તારક મહેતા..’ શોના કન્ટેન્ટનો ગેરકાયદે ઉપયોગ કરી વીડિયો નહીં બનાવી શકે...

લોકો ‘તારક મહેતા..’ શોના કન્ટેન્ટનો ગેરકાયદે ઉપયોગ કરી વીડિયો નહીં બનાવી શકે :  દિલ્હી હાઇકોર્ટ

55
0

(જી.એન.એસ),તા.19

નવી દિલ્હી,

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને કેટલીક વેબસાઈટ પર શોની સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેકર્સે હાલમાં જ આને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે છેલ્લા 16 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓની તરફેણમાં જ્હોન ડો આદેશ જાહેર કર્યો છે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. જોન ડો ઓર્ડર ફરિયાદીઓને રાહત આપે છે જ્યારે ફરિયાદી અથવા પીડિત પાસે આરોપીની ચોક્કસ માહિતી અથવા ઓળખ ન હોય. આવી સ્થિતિમાં, ફરિયાદીઓને રાહત મેળવવામાં કોઈ વિલંબ થતો નથી અને સમયસર તેમના અધિકારોનું રક્ષણ થાય છે. ભારતમાં, આ ઓર્ડરનો ઉપયોગ મોટાભાગે ફિલ્મોની પાયરસી, ચેનલોના ગેરકાયદેસર પ્રસારણ અને પુસ્તકોના ગેરકાયદેસર પ્રકાશનના કેસોમાં થાય છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને તે યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે પગલાં લેવા કહ્યું જે શોના વીડિયો અને ડાયલોગનો દુરુપયોગ કરી રહ્યા છે. 14 ઓગસ્ટે જસ્ટિસ મિની પુષ્કરને આ આદેશ આપ્યો છે કે AI ફોટો અને એનિમેટેડ વીડિયો મેકર્સ સિવાય કોઈ પણ શોના કન્ટેન્ટના કેરેક્ટરની નકલ કરી શકશે નહીં. પીટીઆઈ અનુસાર, આ અરજી પર સુનાવણી કર્યા પછી, કોર્ટે આદેશમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સામગ્રી અને ડાયલોગને કોઈપણ રીતે હોસ્ટ, સ્ટ્રીમિંગ, બ્રોડકાસ્ટ અને પ્રેઝનટેશન કરી શકે નહીં. કારણ કે તે કોપીરાઈટ નિયમોનું ઉલ્લંઘન અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન ગણવામાં આવશે. એટલું જ નહીં, દિલ્હી હાઈકોર્ટે પણ આ નિર્ણય એટલા માટે આપ્યો છે કે શોના કન્ટેન્ટનો ખોટો ઉપયોગ ન થાય. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજકાલ કોઈને કોઈ કારણસર ચર્ચામાં છે. ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહ પહેલા શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, નેહા મહેતા સહિતના ઘણા કલાકારોએ શો છોડી દીધો હતો, ત્યારબાદ આ શો ઘણો વિવાદોમાં રહ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article17 જુલાઈએ સરકારે બંધ કરવાના આદેશ બાદ દેશમાં સ્થિતિ સુધરી હાલ બાંગ્લાદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરી ખોલવામાં આવી
Next articleપપ્પા એટલે શું?,.. પ્રાર્થનાસભામાં વાત કરતાં કરતાં ગળગળા થયાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી