એક સગીર યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો
(જી.એન.એસ) વડોદરા,તા.૧૮
અમેરિકા, આફ્રિકા જેવા દેશોમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે, પરંતું અહીંની ધરતી ક્યારેય સલામત રહી નથી. ત્યારે અમેરિકાથી વધુ એક ગુજરાતીના મોતના ખબર આવ્યા છે. અમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની લૂંટારું દ્વારા હત્યા કરવામાં આવી છે. વડોદરાની યુવક મૈનાંક પટેલની અમેરિકાના નોર્થ કેરોલિનામાં હત્યા કરાઈ છે. એક સગીર યુવક દ્વારા લૂંટના ઇરાદે આડેધડ કરવામાં ફાયરિંગ આવ્યું હતું, ફાયરિંગમાં ગોળી વાગતા ભારતીય યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના શોકની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના મૈનાંક પટેલ અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટોર ચલાવે છે. મૈનાંક પટેલ નોર્થ કેરોલાઈનાની રોવાન કાઉન્ટીમાં આવેલા સેલિસબરી સિટીમાં પોતાનો કન્વિનિયન્સ સ્ટોર ચલાવતા હતા. ગત મંગળવાર 13 ઓગસ્ટના રોજ, 11 વાગ્યાની આસપાસ મૈનાંક પટેલ તેમના સ્ટોરમાં એકલા જ હતા, ત્યારે એક સગીર યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. લૂંટારુંએ રૂપિયા માટે મૈનાંક પટેલ પર ધડાધડ ગોળીઓ ચલાવી હતી. જેના બાદ મૈનાંક પટેલ ત્યાં જ ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવાતા તેમને તબીબોએ મૃતક જાહેર કર્યા હતા. મૈનાંક પટેલ પર લૂંટારું એ ઉપરાઉપરી કેટલાક રાઉન્ડ્સ ફાયર કર્યા હતા, તેમના શરીર પર પણ અનેક ગોળી વાગતા માઈક પટેલને બચાવી નહોતા શકાયા. હત્યા બાદ સેલિસબરી સિટી પોલીસ એક્ટિવ થઈ હતી, અને ગણતરીના કલાકોમાં સગીર લૂંટારુને પકડી લેવાયો હતો. જોકે, મૈનાંક પટેલની હત્યાથી ફરી એકવાર અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. મૈનાંક ઉર્ફે માઈક પટેલના પરિવારમાં એક પત્ની અને એક દીકરી હતી. તેમજ તેમની પત્ની થોડા જ દિવસોમાં બીજા બાળકને જન્મ આપવાના છે, પરંતુ પોતાનું બીજું બાળક આ દુનિયામાં આવે તે પહેલા જ મૈનાંક પટેલને મોત આવ્યું. ત્યારે અમેરિકામાં રહેતા નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયો છે. અમેરિકામાં લૂંટના ઈરાદે દર વર્ષે હજારો લોકોના મોત થાય છે અને અત્યારસુધી ઘણા ગુજરાતીઓ પણ આવી ઘટનાઓમાં મોતને ભેટી ચૂક્યા છે. હજુ જુલાઈ 2024માં જ કેલિફોર્નિયાના સેન જોસેમાં પોતાનો સ્મોક સ્ટોર ચલાવતા જય પટેલ નામના એક ગુજરાતીની રોલેક્સ વૉચ લૂંટવા આવેલા બે લોકોએ તેમની સાથે ઝપાઝપી થતાં ફાયરિંગ કર્યું હતું જેમાં પગમાં ગોળી વાગતા ગંભીર રીતે ઘવાયેલા જય પટેલ સદનસીબે બચી ગયા હતા પરંતુ તેમને 80 સ્ટિચિસ આવ્યા હતા તેમજ શરીરમાંથી ખાસ્સું લોહી વહી જતાં તેમની હાલત પણ એક સમયે ગંભીર થઈ ગઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.