(જી.એન.એસ),તા.17
ઉત્તર પ્રદેશ,
વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત નડ્યો છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે. ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે. દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. જો કે કાનપુરથી મુસાફરોને લઈ જવા માટે બસો મોકલવામાં આવી છે. ગોવિંદ પુરીની સામે હોલ્ડિંગ લાઇન પર સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાં સાત એસી કોચ, આઠ સ્લીપર કોચ અને બાકીના જનરલ કોચનો સમાવેશ થાય છે. સાબરમતી એક્સપ્રેસ વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી તે સદનસીબે રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત થયો ત્યારે મોટાભાગના મુસાફરો સૂતા હતા. રાત્રે લગભગ અઢી વાગ્યે સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મુસાફરોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમની વચ્ચે બૂમો પડી હતી. અરાજકતા વચ્ચે મુસાફરો કોચમાંથી નીચે ઉતરીને બહાર આવ્યા હતા. રેલવેને અકસ્માતની જાણ થતાં જ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને લઈ જવા માટે કાનપુરથી બસો મંગાવવામાં આવી હતી. બસો મારફત તેમને અન્ય કોઈ સ્ટેશને મોકલીને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન દુર્ઘટના પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે X પર પોસ્ટ કરી છે. ટ્રેક પર મુકાયેલી કોઈ વસ્તુ સાથે ટકરાવાથી દુર્ઘટના થઇ હોવાનું જણાવ્યુ છે. કોઈ વસ્તુ સાથે ટકરાઈ ટ્રેન પાટા પરથી ઉતરી હોવાનું રેલવે મંત્રીએ જણાવ્યુ. લખ્યુ કે ટ્રેન દુર્ઘટનાના તમામ સબુત સુરક્ષિત છે. IB અને UP પોલીસે તપાસ શરૂ કરી છે. મુસાફરો અને રેલવે કર્મચારીઓને ઈજા થઇ નથી. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી પોલીસ અને ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટના બાદ માત્ર ઝાંસી રૂટ જ ખોરવાઈ ગયો છે. અકસ્માત સ્થળે તેને સુગમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માત સંબંધિત કોઈપણ માહિતી માટે રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. રેલ્વેએ બાંદા માટે ઝાંસી-0510-2440787, O510-2440790, ઓરાઈ-05162-252206 અને 05192-227543 માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.