Home ગુજરાત મોરબી વાંકાનેરના ઢૂવા ગામે ભાજપા સહયોગી સંગઠનનું ૨૩મીએ યોજાશે કાર્યક્રમ

મોરબી વાંકાનેરના ઢૂવા ગામે ભાજપા સહયોગી સંગઠનનું ૨૩મીએ યોજાશે કાર્યક્રમ

658
0

(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા)
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની નબર વન પાર્ટી તરીકે ઉભરીને બહાર આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપા સંગઠન મજબૂત કરી વિશ્વ માં પાર્ટીની છબી પ્રકાશિત કરી હતી. ત્યારે આજે પાર્ટીના પ્રચાર માટે શોશિયલ મેડિયાના માધ્યમથી આજે પાર્ટીની છબી ઉભી થઇ છે. મોરબી ખાતે આવેલ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા ખાતે ઢૂવા ગામમાં ભાજપા સહયોગી સંગઠન ૨૩મીએ કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતા કાર્યક્રમની શોભા વધારવા ઉપસ્થિત રહશે. કાર્યક્રમ દરમિયાન ભાજપા સહયોગી સંગઠનના મોરબી જિલ્લા અધ્યક્ષ કાળુભાઈ કે પાંચીયા અને તેમના 72 સંગઠન પદાધિકારીઓનું સન્માન રાખવામાં આવશે.
ભાજપા સહયોગી સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિમાંશુજી દેસાઈએ જણાવ્યું કે આ કાર્યક્રમ માટે અમે ઘણા સમયથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે હવે આ કાર્યક્રમ અમે ૨૩મીએ જાહેર કાર્યક્રમ કરી ભાજપા સહયોગી સંગઠનનું નામ રોશન કરીશું. આ સંગઠન એક એવો સંગઠન છે જે પાર્ટીના પ્રચાર માટે કરોડરજ્જુ સમાન યોગદાન આપે છે. ચુનાવ દરમિયાન આ સંગઠન રાત દિવસ એક કરી પાર્ટી માટે શોશિયલ મીડિયા ઉપર કાર્ય કરી પાર્ટીને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. કારણ કે આજે શોશિયલ મીડિયા પ્રચાર માટે એક મોટું પ્લેટફોર્મ છે. જ્યાં દરેક સમાજ દરેક છેવડાનો માનવી શોશિયલ મીડિયા ઉપર એક્ટીવ હોય છે અને આ સંગઠનના માધ્યમથી બધાને ભાજપા પાર્ટીની કાર્ય પદ્ધતિની જાણ થયા છે. આજે આ કાર્યક્રમમાં ભાજપા સહયોગી સંગઠનના સ્થાપક સુરેન્દ્રસિંહ રાજપુત રાષ્ટ્રીય અધ્યક્ષ રવિભાઈ નાયર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ દીપકભાઈ દૂબે તેમજ મોરબી અમદાવદના અન્ય કાર્યકર્તાઓ પણ હજર રહશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેઘાણીનગરમાં અસામાજિક તત્વો ઉપર નેતાના આશીર્વાદ..? કોના ઈશારે આટલી ખુલ્લી દબંગાઈ..?
Next articleસંવેદનશીલ સરકારમાં પાટનગર પણ અસલામત..? જવેલર્સની દુકાનમાં ફાયરિંગની ઘટના