Home ગુજરાત એક દર્દીના મૃત્યુ બાદ ડોક્ટર ઉપર પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવતા ડોક્ટરોની...

એક દર્દીના મૃત્યુ બાદ ડોક્ટર ઉપર પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવતા ડોક્ટરોની હડતાળ

16
0

જૂનાગઢના સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

(જી.એન.એસ) તા. 16

જુનાગઢ,

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ પર હુમલો થયો હોવાની એક ઘટના બની હતી જેમાં એક દર્દીના સગાઓ દ્વારા મોડી રાત્રે ડોકટર પર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીના સગાઓના કહેવા પ્રમાણે ડોકટરો દ્વારા સારવારમાં બેદરકારીના દર્દીનુ મૃત્યુ થયું હોવાનો આક્ષેપ સાથે દર્દીના પરિવારએ ડોકટર પર હુમલો કર્યો છે. હુમલામાં 2 ડૉક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને ઈજા થઈ છે. સારવાર માટે લવાયેલા દર્દીનું મોત થતાં પરિવાર ખૂબ રોષે ભરાયો હતો. આ મામલે માહિતી મળતા જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટના બાદ સિવિલના ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે.

જૂનાગઢ GMERSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનેકવાર આવા બનાવ બન્યાના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સુરક્ષા સઘન કરે તેવી ડૉક્ટર્સની માગ કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવવાની પણ માગ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડના દરિયાકાંઠા વિસ્તારમાંથી પોલીસને 30.7 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું
Next articleવડોદરા જિલ્લા એલસીબી એ રૂ. 23. 76 લાખની કિંમતના દારૂથી ભરેલો ટ્રક પકડી પાડયો