(જી.એન.એસ રવીન્દ્ર ભદોરિયા)તા.૦૩
અમદાવાદ: ગઈ કાલે મોડી રાત્રે પૂર્વ વિસ્તારમાં મેઘણીનગર ખાતે આવેલ ચાલીઓમાં ઉભી રિક્ષાના ગ્લાસો તોડી રિક્ષાઓને હાલત બગાડી અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. પરંતુ આ રીક્ષા વાળા લોકોને જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કારણ કે રોજી રોટી તોડી અસામાજિક તત્વો ફરાર થઈ જાય છે. ત્યારે રવિવારની રાત્રે લગભગ 15 રીક્ષાના કાંચ તોડી અસમાજિક તત્વો ફરાર થઈ ગયા છે. મેઘાણીનગર ભાર્ગવ રોડ પર આવેલી કુંભારજીની ચાલીમાં મોડી રાત્રે ત્રણ શખસોએ આતંક મચાવ્યો હતો. તમામ લોકો પોત પોતાના ઘરે હતા ત્યારે અગાઉની અદાવત રાખીને રીંકુ પરિહાર સહિત ત્રણ લોકો આવ્યા અને આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. પહેલા રીક્ષા ગાડીઓમાં તોડફોડ કરી અને બાદમાં રોડ પર ખાટલામાં સુતેલા લોકોને તલવારનાં ઘા માર્યા હતા.મેઘાણીનગર વિસ્તારમાં આ કોઈ પહેલો બનાવ નથી ત્યારે આજે ફરી એક બાર અસામાજિક તત્વો અને રીંકુ પરિહાર જેવા લુખ્ખાઓ દિવસે દિવસે ડોન બનવા માટે ચાલીઓમાં આતંક મચાવી રહ્યા છે.
આતંક મચાવી તે ત્રણ ઈસમો ટિક ટોક બનાવી ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કરવામાં આવ્યો હતો. દરરોજ મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ચલિયોમાં નાની મોટી ખૂની રમત રમાય છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ વિસ્તારમાં રહીને જ ડોન બનવાનું, સોશિયલ મીડિયામાં ડોન બનવાના એક વિડિઓ પણ મુક્યો હતો. ત્યારે આવી મોટી ઘટના થઈ ત્યારે પોલીસ કેમ આવા અસામાજિક તત્વો સુધી પહોંચી સકતી નથી તે એક મોટો સવાલ છે…!! આખરે શુ પોલીસ જ આવા અસામાજિક તત્વો ને છાવરે છે..??
એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી સબસલામતના દાવા કરે છે ત્યારે બીજી બાજુ ગુજરાત રાજ્યમા દિવસે ને દિવસે લૂંટફાટ વધતી જોવા મળે છે,રૂપાણીજી ગુજરાત કયા છે સબસલામત…? ક્યાં છે ગુજરાતનો વિકાસ..? શુ લૂંટફાટો વધે છે તેને તમે વિકાસ માનો છો…? ક્યારે તમારી સરકારમાં આ લૂંટફાટ બંધ થશે ..?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.