Home ગુજરાત મેડિકલ ટ્રીટમેન્ટ માટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 7 દિવસની પેરોલ મંજૂર

મેડિકલ ટ્રીટમેન્ટ માટે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 7 દિવસની પેરોલ મંજૂર

15
0

યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને મળી રાહત

(જી.એન.એસ) તા. 13

ઉદયપુર,

રાજસ્થાન હાઈકોર્ટમાંથી યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને મેડિકલ ટ્રીટમેન્ટ માટે 7 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાંજ આસારામ ને સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી. જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની અચાનક તબિયત લથડી હતી. 

આસારામ દ્વારા છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ POCSO કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

2 સપ્ટેમ્બર 2013થી આસારામ જેલમાં સજા ભોગવી રહ્યો છે. એક યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે ગયા વર્ષે, ગુજરાતની એક અદાલતે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદથી સ્પાઇસજેટની પાંચ ફ્લાઈટના પ્રસ્થાનો 3 થી ૭ કલાક મોડા પડતાં મુસાફરોને ભારે હાલાકી થઈ 
Next articleકેંદ્ર સરકાર સિમ કાર્ડને લગતા નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં