છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વિનાના 6513 વાહન ચાલકોને ઝડપી 33.09 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો
(જી.એન.એસ)
અમદાવાદ,
ગુજરાતમાં હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ આદેશ બાદ અમદાવાદ પોલીસ વધુ એક્ટિવ થઈ છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે રોંગસાઇડ અને હેલ્મેટ વગર વાહન ચલાવનારાઓ સામે ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વિનાના 6513 વાહન ચાલકોને ઝડપી 33.09 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
પોલીસે દસ ઓગસ્ટના રોજ હેલ્મેટ વિનાના 4107 જેટલા વાહનચાલકોને ઝડપી 20 લાખનો દંડ વસૂલ કર્યો હતો જ્યારે રોંગ સાઈડમાં 196 વાહન ચાલકોને ઝડપી 3.30 લાખનો દંડ ફટકાર્યો હતો. આ પહેલા નવ ઓગસ્ટના રોજ હેલ્મેટ વિનાના 2406 વાહન ચાલકોને પકડી 12.5 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરમાં પ્રવેશતા હોય તેવા 20 વાહનોને પકડી એક લાખનો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ કરનાર 947 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 4.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોના પાલનને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીર ટિપ્પણી કરવામાં આવી હતી. અમદાવાદમાં ટુ-વ્હીલર ઉપર વાહન ચાલક હેલ્મેટ ન પહેરતા નથી. રોંગ સાઈડમાં પણ અનેક વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હાઇકોર્ટ દ્વારા લરવામાં આવેલ ટિપ્પણી બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 8 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રોંગ સાઈડ અને હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ કરવામાં શરૂ કરવામાં આવી છે. સવાર અને સાંજ એમ બંને સમય ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના અને રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના અને રોંગ સાઈડમાં વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું પડશે. શહેરમાં અનેક જગ્યાએ હજી પણ લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા જોવા મળે છે. વાહન ચાલકોને ફરીને જવું ન પડે તેના માટે તેઓ રોંગ સાઈડમાં વાહન લઈને જતાં હોય છે. આવા વાહન ચાલકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.