(જી.એન.એસ) તા. 9
અમદાવાદ,
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (10/08/2024) રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જેનું કારણે છે બંગાળ ની ખાડીમાં સક્રિય થયેલા સિસ્ટમ. રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે. જેમા 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાનુ અનુમાન છે. હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદ હળવાથી ભારે વરસાદી ઝાપટા થશે. જ્યારે તારીથખ 16 થી 24 ઓગસ્ટ સહિત દેશ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભરૂચ,ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પાટણ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહીસાગર, નવસારી, પંચમહાલ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.