Home મધ્ય ગુજરાત અમદાવાદ ઈન્ટાગ્રામ થકી 35 વર્ષીય મહિલાને પોતાનાથી 12 વર્ષ નાના યુવક સાથે પ્રેમ...

ઈન્ટાગ્રામ થકી 35 વર્ષીય મહિલાને પોતાનાથી 12 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો અને પછી પ્રેમીએ આપ્યો દગો

23
0

ફરી એક વાર સોશિયલ મીડિયા થકી બનેલ મિત્ર દગાખોર નિકડ્યા નો કિસ્સો

(જી.એન.એસ) તા. 9

અમદાવાદ,

અમદાવાદમાં રહેતી એક 35 વર્ષીય મહિલાને ઈન્ટાગ્રામ થકી પોતાનાથી 12 વર્ષ નાના જામનગરના એક યુવક સાથે પ્રેમ થયો. તેઓ મળ્યા, જોડે હર્યા-ફર્યા, બન્ને વચ્ચે શારિરીક સંબંધો બંધાયા અને તે મહિલાએ પ્રેમી પાછળ લાખો રૂપિયા પણ ખર્ચ્યા તેમજ મોંધી ભેટ સોગાદો આપી, અને પ્રેમી મહિલાને લગ્ન કરીશું તેમ વાયદાઓ કરતો રહ્યો અને અંતમાં પ્રેમીએ પોતાનાથી ઉમરમાં મોટી અમદાવાદની મહિલાને દગો આપી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જો કે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. 

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક 35 વર્ષીય મહિલાના લગ્ન 2005માં થયા હતા, તેમના લગ્નજીવન માં પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા મહિલાએ પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા. જે બાદ વર્ષ 2021માં મહિલાને ઈન્સ્ટાગ્રામ મારફતે જામનગરના ભાગ્યરાજસિંહ જાડેજા નામનાં યુવક સાથે પરિચય થયો. યુવક મહિલા કરતા 12 વર્ષ નાનો હતો, જોકે બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે આરોપી અવારનવાર મહિલાના ઘરે આવતો અને તેને રાજકોટમાં હોટલોમાં લઈ જઈ લગ્ન કરી લઈશ તેવુ જણાવી શારિરીક સંબંધ બાંધતો હતો. વર્ષ 2021 થી 2024 સુધીમાં આરોપી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી બે આઈફોન, એક અન્ય ફોન, એપલની વોચ, સોનાની વીંટી- ચેઈન, કાનની કડી સહિતની મોંધી  ભેટો લીધી તેમજ ખાતામાં ટુકડે ટુકડે 11.38 લાખ મેળવ્યા હતા. આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કિસ્સો બન્યા બાદ આજના લોકોએ તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કેટલો હિતાવહ હોય છે અને કેટલો નઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને કમિશનના અધ્યક્ષ શ્રી બાલાકૃષ્ણને ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલ અનુસૂચિત જાતિના નાગરિકોની રજૂઆત સાંભળી અને સ્વીકારી
Next articleસુરત પોલીસે ભાજપની લઘુમતી સેલના આગેવાનના પુત્રની એમડી ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી