(જી.એન.એસ) તા. 9
મોરબી,
ગુજરાતના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી, વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવી ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 23 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પુરી થશે. દરરોજ આ યાત્રામાં 100 લોકો 20-25 કિલોમીટર પદયાત્રા કરશે. આજે આ યાત્રાની શરૂઆત દરબારગઢ ખાતેથી થઇ હતી. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રગતિ આહીર, અમીબેન, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયા, માજી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હાજર રહ્યા હતા.
કોંગ્રેસની આ ન્યાયયાત્રા અંગે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, મોરબીથી નીકળીને ટંકારા અને ટંકારાથી ગૌરીદડ, રતનપર રોકાશે. 13 ઓગસ્ટે રાજકોટ છોડીને સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરશે. સુરેન્દ્રનગરથી આ યાત્રા ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને અમદાવાદ ગાંધી આશ્રમ અને ત્યાંથી ગાંધીનગર પહોંચશે. યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે. રાજકોટના જ પીડિત પરિવારો નહીં, પરંતુ ગુજરાતમાં થયેલા તક્ષશિલાકાંડ, હરણી બોટકાંડ, મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ TRP અગ્નિકાંડ સહિત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે. 100 જેટલા લોકો આ પદયાત્રામાં દરરોજ 20થી 25 કિલોમીટર ચાલીને પદયાત્રા કરશે અને છેલ્લે સુધી સાથે રહેશે. જ્યારે કેટલાક લોકો પોતાના જિલ્લા લેવલે જિલ્લામાં સાથે રહેશે અને કેટલાક પ્રદેશના નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ પણ અતિથિ બની પદયાત્રામાં જોડાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરબી ખાતે ક્રાંતિ સભામાં કહ્યું હતું કે, ગુજરાતમાં તંત્ર ખાડે ગયું છે. મોટા મોટા કેસોમાં અને કૌભાંડોમાં નોન કરપટેડ અધિકારીને તપાસ સોંપે તો જ હકીકત સામે આવે તેમ છે. દારૂ, જુગાર અને જમીનની ફાઇલોમાં રોકડી કરે છે તેને તપાસ સોંપો તો કુલડીમાં ગોળ જ ભાંગે. દોષિતોને સાબરમતિ જેલમાં નાખો. પાલિકાને સુપરસીડ કરી તો તેની સામે પણ આઇપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવો જોઇએ. આ સાથે ગુજરાતીઓ જાગો અને ભાજપને છોડોનો નાદ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.