Home Uncategorized એલ જી હોસ્પિટલમાં દર્દીઓના સગા સાથે સિક્યુરિટી ગાર્ડનું ખરાબ વર્તન અને મારામારી

એલ જી હોસ્પિટલમાં દર્દીઓના સગા સાથે સિક્યુરિટી ગાર્ડનું ખરાબ વર્તન અને મારામારી

10
0

(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ, એલ. જી હોસ્પટલ ફરી એક વાર વિવાદમાં આવી છે, હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડની ગેરવર્તણૂક જોવા મળી હતી. એલ. જી હોસ્પિટલમાં દર્દીઓના સગા સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે કોઈ મામલે દર્દીના સગા સાથે બોલાચાલી કર્યા બાદ મારામારી કરી. સિક્યુરિટી ગાર્ડનો દર્દીના સગા સાથે મારામારી કરતો વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ મણિનગરની LG હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે.

હાલમાં બે-ત્રણ દિવસ પહેલા LG હોસ્પિટલમાં ડોક્ટરોના વિવાદમાં સપડાઈ હતી. ડોકટરોની બેદરકારીને લઈને 13 વર્ષની બાળકીનું મોત નિપજતા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો. બાળકીના મોત મામલામાં ગોમતીપુર કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ડોક્ટરો પર બેદરકારીનો ગંભીર આક્ષેપ મૂકાયો હતો. બાળકીના માતા અને પિતા દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (આરોગ્ય)ને પત્ર લખી આ મામલે ફરિયાદ કરાઈ હતી. બાળકીના પિતા દ્વારા જવાબદાર ડોકટરો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. વર્ષ 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત એએમસી મેટ મેડીકલ કોલેજનું નવું નામકરણ કરી ભારતના વડાપ્રધાનના નામે ‘નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ’ કર્યું હતું. તાજેતરના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું
Next articleGST વિભાગ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સની પેઢી પર દરોડા