Home ગુજરાત મોરબીમાં વેપારીએ સામૂહિક આત્મહત્યા કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવ્યા

મોરબીમાં વેપારીએ સામૂહિક આત્મહત્યા કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવ્યા

15
0

(જી.એન.એસ) તા. 6

મોરબી,

મોરબીમાંથી એક ખુબજ આઘાતજનક સમાચાર આવ્યા હતા જેમાં એક વેપારીએ સામૂહિક આત્મહત્યા કરી છે. વેપારીએ પત્ની અને દીકરા સાથે ઘરમાં ગળે ફાંસો ખાધો છે. તેણે તેની સ્યુસાઇડ નોટમાં અંગત કારણસર આત્મહત્યા કરી હોવાનું કારણ ગણાવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં સઘન તપાસ દરી છે અને પ્રાથમિક અંદાજ મુજબ પોલીસને તેની પાછળ આર્થિક કારણ લાગે છે.

મોરબી સંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં વેપારી, તેમના પત્ની અને દીકરાએ આપઘાત કર્યો છે. સવારે માતા-પિતા અને પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. વસંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટમાં હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને તેમના દીકરા હર્ષ હરેશભાઈ કાનાબારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. રાજ્યમાં સરેરાશના ધોરણે દર કલાકે કોઈ આત્મહત્યા કરે છે. ગત 9 અને 10 જુલાઈના રોજ રાજ્યના 16 શહેર-જિલ્લામાં 55 લોકોએ જિંદગી ટૂંકાવી લીધી હતી. આમ આ 48 કલાકમાં જ 56 લોકોએ આત્મહત્યા કરી લેતા, તેની રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ છે. આ આત્મહત્યાઓ પાછળ મોટા ભાગે આર્થિક અને સામાજિક પરિબળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં આ પ્રકારની આત્મહત્યાએ ચકચાર જગાવી છે. રાજ્યમાં સતત વધતી જતી આત્મહત્યાના બનાવ ચિંતાના વિષય બન્યા છે. સરકારે પોતે આત્મહત્યા નિવારણ સેલ બનાવ્યા છે અને તેના પર કાઉન્સેલિંગની પણ મદદ પૂરી પાડવામાં આવે છે છતાં પણ આત્મહત્યાના બનાવ ઓછા થતાજ નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણના સિદ્ધપુર તાલુકામાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની
Next articleઅલાહાબાદ હાઈકોર્ટે આગ્રામાં જામા મસ્જિદના સર્વેક્ષણની માંગણી કરતી અરજી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પોતાનો જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો