Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

16
0

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં 68 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે, જ્યારે 59 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાબરકાંઠમાં 17, અરવલ્લીમાં 8, મહિસાગરમાં 3 કેસ, ખેડામાં 7 કેસ, મહેસાણામાં 9 કેસ, રાજકોટમાં 7 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ સહિતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 157 કેસ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 4, મહિસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણા અને રાજકોટમાં 4-4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશન દેવભૂમિ દ્વારકામાં 1-1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશન, ભરુચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થયા છે.

ચાંદીપુરા વાયરસએ RNA વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે ADS મચ્છર પણ જવાબદાર છે. આ રોગની ઓળખ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં થઈ હતી. આ જગ્યાના નામ પરથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું. પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા. ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે. સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે. સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું પણ જોખમ રહેલુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેરિસ ઓલિમ્પિક 2024: નીરજ ચોપરાએ ભાલા ફેંકની સ્પર્ધામાં પહેલા જ થ્રોમાં બનાવી ફાઇનલમાં જગ્યા
Next articleગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતેની ફાયરિંગ રેન્જમાં પ્રવેશબંધી