Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 બાળકોનાં મોત

અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 બાળકોનાં મોત

13
0

(જી.એન.એસ) તા. 6

અમદાવાદ,

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 બાળકોનાં મોત નીપજ્યાં હતા. શ્રમિક પરિવારનાં 3 બાળકો ચંડોળા તળાવમાં ડૂબી જતાં ત્રણેયનાં મોત થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે ઇસનપુર પોલીસના અધિકારીઓ  દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલ ચંડોળા તળાવનાં રિ-ડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન, તળાવમાં 3 બાળકો ડૂબી જતાં તેમનાં મોત નીપજ્યાં હોવાની દુ:ખદ ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, શ્રમિક પરિવારનાં 3 બાળકો ચંડોળા તળાવમાં નહાવા માટે ગયા હતા. જો કે, તે દરમિયાન ડૂબી જતાં ત્રણેય બાળકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા ઇસનપુર પોલીસ દ્વારા ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ બાબતે પ્રાથમિક મળતી માહિતી મુજબ, મૃતક બાળકોની ઓળખ મેહુલ દેવીપૂજક, આનંદ દંતાણી, અને જિત્રેશ દંતાણી તરીકે થઈ છે. બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. બાળકો સોમવારથી ગુમ હતા. ત્યારે પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ચંડોળા તળાવ નજીક ત્રણેય બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનો તાત્કાલિક બાળકોને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ત્યાં હાજર તબીબે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય બાળકોનાં મોતથી પરિવારજનોનો ભારે શોકમાં ગરકાવ થયો છે. આ મામલે ઇસનપુર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં
Next articleબાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓની દુકાનો લૂંટવામાં આવી છે અને ઘણા લોકોના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા